HBD Mandakini: એક્ટિંગથી લઇને દાઉદ સાથેના સંબંધો માટે પણ ચર્ચામાં મંદાકિની, જાણી કેટલીક રસપ્રદ વાતો

Sat, 30 Jul 2022-7:30 am,

મંદાકિનીનું સાચુ નામ છે યાસ્મિન જૉસેફ. તેનો જન્મ 30 જુલાઈ 1969 ના રોજ મેરઠમાં થયો હતો. મંદાકિનીની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1985માં થઈ. અને વર્ષ 1996 સુધીમાં મંદાકિનીએ લગભગ 40થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

રામ તેરી ગંગા મેલી ફિલ્મથી ચર્ચામાં આવી હતી મંદાકિની. એક ઈન્ટરવ્યૂમાં મંદાકિનીએ જણાવ્યું હતું કે મને તે સીન કરવા માટે ક્યારેય પછતાવો નહીં થાય. મારા ચાહકો મને આ બાબતે વધારે યાદ કરે છે.

કેટલાક લોકો સારી રીતે યાદ કરે છે તો કેટલાક લોકો મજાક પણ ઉડાવે છે. પણ મને ખુશી છે કે તે સીન માટે થઈને લોકો મને પ્રેમ કરે છે. ખાસ વાત એ છે કે તે સમયના બેસ્ટ ફિલ્મ મેકર રાજ કપૂર સાથે મને કામ કરવાની તક મળી.

રામ તેરી ગંગા મેલી સિવાય ફિલ્મ તેઝાબમાં પણ મંદાકિની ચર્ચામાં આવી હતી. તેઝાબ ફિલ્મમાં અનિલ કપૂર અને માધૂરી દીક્ષિત સાથે મંદાકિની પણ જોવા મળી હતી. તેઝાબમાં બિકિની અવતારમાં મંદાકિનીને લોકોએ ખુબ પસંદ કરી હતી.

મંદાકિની ફિલ્મો સિવાય અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના કથિત સંબંધો માટે પણ ચર્ચામાં હતી. લોકોનું કહેવું છે કે મંદાકિની દાઉદની પ્રેમિકા છે. પરંતુ મંદાકિનીનું એવુ કહેવું હતું કે તે બંને માત્ર એક સારા મિત્ર છે. 2005માં એક ઈન્ટરવ્યૂમાં મંદાકિનીએ કહ્યું હતું કે જ્યારે તે દુબઈમાં શો કરવા ગઈ હતી હતી ત્યારે તેની મુલાકાત દાઉદ સાથે થઈ હતી. જેના પછી અફવા એવી ઉડી કે દાઉદ અને મંદાકિની એક બીજાને ડેટ કરે છે.

લોકોનું એમ પણ કહેવુ હતું કે દાઉદના કારણે મંદાકિનીને ફિલ્મો મળતી હતી. પરંતુ અમુક સમય પછી મંદાકિનીને બદનામીના કારણે ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ હતી.

મંદાકિનીએ વર્ષ 1990 માં ડૉ. કાગ્યુર ટી રિનપોચે ઠાકુર સાથે લગ્ન કર્યા હતા. બંનેની એક દીકરી અને એક દીકરો પણ છે.

હાલ મંદાકિની બાળકો અને પતિ સાથે મુંબઈના અંધેરી રોડ સ્થિત પોતાના ઘરે સામાન્ય જીવન વીતાવે છે. પતિ સાથે મળીને મંદાકિની એક તિબ્બતી ઔષધિ સેન્ટર ચલાવે છે. મંદાકિની યોગ પણ શીખવાડે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link