એક ફ્રેમમાં જુઓ મોદી પરિવાર, હીરા બાનો જન્મદિવસ ઉત્સવ બની રહ્યો, દીકરા-દીકરી સજીધજીને આવ્યા

Sat, 18 Jun 2022-12:25 pm,

મોદી પરિવાર દ્વારા આ પ્રસંગે વડનગરના હાટકેશ્વર અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનુ આયોજન કરાયુ છે. PM મોદીના પરિવારજનોએ જગન્નાથ મંદિરમાં કાળી રોટી-ધોળી દાળના ભંડારાનું મંદિરમાં આયોજન કર્યુ છે. કારણ કે, હીરા બાને આ મંદિર પ્રત્યે વિશેષ લગાવ હતો. આ કારણે સવારે જ હીરાબાનો પરિવાર જગન્નાથ મંદિર પહોંચ્યો હતો. માતાના લાંબા આયુષ્ય માટે અને હીરાબા સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરી હતી. 

હીરાબાનો આખો પરિવાર અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. જોકે, સ્વાસ્થ્યને કારણે હીરાબા ખુદ દર્શન કરવા આવી શક્યા ન હતા. પરંતુ અહી ઉપસ્થિતિ રહેલા પરિવારે હીરા બાનો જગન્નાથ મંદિર પ્રત્યે વિશેષ લગાવ હોવાનુ જણાવ્યુ હતું. હીરાબા ભાઈએ કહ્યુ કે, અમારા માટે આનંદનો પ્રસંગ છે. માતાની લાગણી જગન્નાથ પ્રત્યે હતી. તેથી અમે ભાઈઓએ મળીને ભંડારાનું આયોજન કર્યુ છે. 

મોદી પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી વડોદરામાં હોઈ બાએ બાકીના ચાર દીકરા અને એક દીકરી સાથે મળીને જગન્નાથ મંદિરમા આરતી કરી હતી. પહેલીવાર આ રીતે પરિવાર દ્વારા ઉજવણી કરાઈ છે. પરિવારમાં મોટો અવસર હોય તેવી રીતે બધા તૈયાર થઈને આવ્યા હતા. બધાએ પ્રાર્થના કરી હતી કે, બા હજી બીજા 100 વર્ષ જીવે.

તો બાના ચહેરા પર પણ સંતોષ જોવા મળ્યો હતો. તેમની જગન્નાથ મંદિરમાં પૂજા કરવાની ઈચ્છા આજે પૂર્ણ થઈ હતી. ભંડારામાં આજે સમગ્ર પરિવાર સાથે મળીને જમશે. 

એક કુટુંબીજને જણાવ્યુ કે, અમને આજે અલૌકિક આનંદ થઈ રહ્યો છે. અમે પરિવાર સાથે અ બાનો જગન્નાથ સાથે લગાવ હતો. પિતા અમદાવાદ એસટી કેન્ટીન સંભાળતા, તો માતા અહી આવતા તો જગન્નાથ મંદિર આવવાનો આગ્રહ રાખતા. તો અન્ય એક કુંટુંબીજને કહ્યું કે, પરિવાર માટે અમારા માટે બા એટલે દૈવી સ્વરૂપ છે. બધાએ આજે તેમની પૂજા કરી છે. તેમના સંસ્કારો પર જ આજે બધુ થયુ છે. દાદી વડનગરથી આવતા તો આ મંદિરમાં દર્શન કરવા આવતા.

વડાપ્રધાનના વતન વડનગરમાં આજે હીરા બાના જન્મદિન નિમિત્તે અનેક વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે. હીરા બાના દીર્ઘાયુ આયુષ્ય અને તંદુરસ્તી માટે પ્રહલાદ મોદી દ્વારા નવચંડી યજ્ઞ કરાયો. યજ્ઞ બાદ વડનગરની તમામ શાળાના બાળકોને પ્રસાદ વિતરણ કરાયું. વડનગરની તમામ શાળાના બાળકોને શીરો અને મગનો પ્રસાદ આપવામાં આવ્યો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link