દંડા-લાકડીઓ-કાચની બોટલો...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે પથ્થમારો, પોલીસે પહેરવા પડ્યા હેલમેટ
આજે અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યાની મોટી ઘટના બની છે.
અમદાવાદમાં જીપીસીસી ખાતે ભાજપ અને કોંગ્રેસ સામે જોરદાર ઘર્ષણ થતા સામ સામે પથ્થરમારો કરાયો છે.
કોંગ્રેસના કાર્યકરો વધુ ઉગ્ર બન્યા છે. જાહેર રોડ ઉપર આવીને પથ્થરમારો શરૂ કર્યો છે. પરિસ્થિતિ પોલીસના કંટ્રોલની બહાર થઈ ગઈ છે.
કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલો વિરોધ હિંસક બન્યો છે.
કાચની બોટલો ફેંકાઈ, ટીંગાટોળી-ઝપાઝપી થઈ, જયશ્રી રામના નારા લાગ્યા હતા.