Stock Market Today: આજે આ ટોપ 10 શેર પર રહેશે રોકાણકારોની નજર: જાણો કયામાં આવશે તેજી અને કયામાં ઘટાડો?
એચડીએફસી બેંકને સેબી તરફથી એક અઠવાડિયામાં બીજી વાર ચેતવણી મળી છે. સેબી તરફથી આ ચેતવણી લિસ્ટિંગ રેગુલેશન્સનું પાલન ના કરતા અને ગ્રુપ હેડ ઓફ મોર્ટગેજ બિઝનેસ અરવિંદ કપિલના રાજીનામાની જાણકારીમાં વિલંબના કારણે આપવામાં આવી છે. બેંકે સેબીના લિસ્ટિંગ ધોરણો હેઠળ નિર્ધારિત સમય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે.
અહેવાલો અનુસાર નાણામંત્રીની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલ ફૂડ ડિલીવરી કંપનીઓ તરફથી આપવામાં આવતી સર્વિસ પર જીએસટી ઘટાડી શકે છે. જીએસટી કાઉન્સિલ તરફથી તેણે 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી શકે છે.
સોમવારે દિગ્ગજ મેટલ કંપની વેદાંતાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નાણાંકીય વર્ષ 2024-25 માટે 8.5 રૂપિયા પ્રતિ શેરનો ચોથા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. તેના પર કંપનીએ કુલ 3,324 કરોડ રૂપિયા ખર્ચવા પડશે.
દિલ્હી હાઈકોર્ટે સ્પાઈસજેટના સીઓઓ અને સીઈઓને એરક્રાફ્ટ એન્જીન લીઝિંગ કંપનીઓને $603,000 થી વધુની લેણી રકમ ચૂકવવાના આદેશનું પાલન કરવા અરજીમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
ગ્રેવિટા ઈન્ડિયાનો ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ પ્લેસમેન્ટ સોમવારે ખૂલ્યો અને કંપનીના પ્રતિ શેર 2,206.49 રૂપિયાના ફ્લોર પ્રાઈસ નક્કી કરી છે જે 1.6 ટકાની છૂટ પર છે.
ઈનકમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યૂનલ તરફથી એક કંપનીના પક્ષમાં આદેશ આપવામાં આવ્યો છે. કંપનીએ મર્જર હેઠળ હસ્તગત કરેલી સંપત્તિ પર અવમૂલ્યનની મંજૂરી ન આપવા સામે અપીલ કરી હતી. આ ઓર્ડરથી કંપનીની સંભવિત જવાબદારીમાં રૂ. 3,500 કરોડનો ઘટાડો થશે.
રેલટેલ કોર્પ નામની એક કંપનીને સરકાર તરફથી એક મોટું કામ આપવામાં આવ્યું છે. આ કામ સરકારના ગોદામો સાથે જોડાયેલું છે, જેણે કેન્દ્રીય ભંડરણ નિગમ સંભાળે છે. આ કામના બદલામાં રેલટેલ કોર્પને 37.99 કરોડ રૂપિયા મળશે.
વિપ્રો એક નાની કંપની એપ્લાઈડ વેલ્યૂ ટેક્નોલોજીને ખરીદવા જઈ રહી છે. વિપ્રો આ કંપનીના 100 ટકા ભાગ ખરીદી લેશે. તેના માટે વિપ્રોને 40 કરોડ ડોલર આપવા પડશે.
વીમા નિયામક IRDAI એ રેલિગેયર કંપનીની શાખા Care Health Insurance ને એક શો કોજ નોટિસ (SCN) અને સલાહ પત્ર (LoA) જાહેર કર્યું છે. આ કાર્યવાહી 30 ઓગસ્ટ 2021થી 9 સપ્ટેમ્બર 2021ની વચ્ચે કરવામાં આવેલી તપાસના આધાર પર કરવામાં આવી છે.
Disclaimer: ઝી ન્યૂઝ કોઈ રોકાણ સલાહ આપતું નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.