Tokyo માં થયો ઓલમ્પિકનો ધમાકેદાર આગાજ, જુઓ Opening Ceremony ના સુંદર ફોટોઝ

Sat, 24 Jul 2021-6:28 am,

દર્શકોને વિના આયોજિત કરવામાં આવી રહેલા ઓલમ્પિકના રમતોના ઉદઘાટન સમારોહમાં પણ ભાવનાઓનો ઉમકળો જોવા મળી રહ્યો છે એવામાં 'ભાવનાથી એકજૂટ' ની તેની વિષય વસ્તુ પણ કાર્યક્રમને અનુકૂળ રહી. ટોક્યોમાં જ્યારે રાત ઘેરાયેલી હતી ત્યારે અહીંના ઓલમ્પિક સ્ટેડિયમ ચમકી રહ્યું હતું જેથી નવી અશાની આખા વિશ્વમાં સંભળાઇ રહી હતી. (Photo-twitter Tokyo2020)  

ત્યારબાદ ટોક્યો 2020ના પ્રતિકને પ્રદર્શિત કરવા માટે 20 સેકન્ડ સુધી વાદળી અને સફેદ રંગની આતશબાજી કરવામાં આવી જેને જાપાની સંસ્કૃતિમાં શુભ ગણવામાં આવે છે. સમારોહનું આકર્ષણ નિશ્વિતપણે તે ખેલાડી હતા જે ગત એક વર્ષથી મહામારી અને આશંકાઓ વચ્ચે પોતાની તૈયારીઓ કરી રહ્યા હતા.  (Photo-twitter Tokyo2020)

ટોક્યો બીજીવાર ઓલમ્પિકની મેજબાની કરી રહી છે. તે પહેલાં તેણે 1964 માં ઓલમ્પિકનું સફળ આયોજન કર્યું હતું પરંતુ ઉદઘાટન સમારોહમાં શરૂઆતમાં તે દિવસને યાદ કરવામાં આવ્યો જ્યારે 2013 માં તેણે મેજબાની પ્રાપ્ત કરી હતી. (Photo-twitter Tokyo2020)

ભારત તરફથી ઓલમ્પિક ઉદઘાટન સમારોહમાં ફક્ત 18 ખેલાડી રહ્યા. ઉદઘાટન સમારોહના માર્ચપાસ્ટમાં ભારતીય દળ 21મા નંબર ઉતર્યો. (PHOTO- twitter Doordarshan Sports)

ઇરાન બાદ ભારતીય દળ ઉતર્યું. દિગ્ગજ બોક્સર એમસી મેરી કોમ અને હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે ધ્વજવાહકની જવાબદારી સંભાળી. ભારતીય રમતપ્રેમીઓ મટે ગૌરવની પળ, આતુરતાપૂર્વક જોઇ રહ્યા હતા રાહ. કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોવા મળ્યા. (PHOTO-twitter(M C Mary Kom and  SAIMedia)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link