Toll Booth Free Roads: સરકાર કેવી રીતે ટોલ પ્લાઝા મુક્ત કરશે દેશના રસ્તા, સમજો?
ગડકરીએ કહ્યું કે, માર્ચ સુધી ટોલ કલેક્શન 34000 કરોડ રૂપિયા પહોંચી શકે છે. તેમણે કહ્યું કે, ટોલ કલેક્શન માટે GPS ટેક્નોલોજીના ઉપયોગથી ટોલની આવક આગામી 5 વર્ષમાં 1.34 લાખ કરોડ પહોંચી જશે.
સરકાર 15 ડિસેમ્બર 2019ના ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન માટે FastTag લાગુ કરી ચુકી છે. દેશના તમામ NHAI ટોલ પ્લાઝા પર હવે કેશ લેન 1 જાન્યુઆરી 2021થી દુર થઈ જશે. માત્ર FastTag લેન દ્વારા જ ટોલની ચૂકવણી કરવામાં આવશે.
આ ટેક્નોલોજીનો ઉપયોગથી ટોલ કલેક્શનમાં કોઈ પ્રકારની કોઈ લિકેજ નહિ થયા અને પૈસાની લેવડદેવડ પણ એકદમ પારદર્શી રીતે થશે. ટોલ પ્લાઝા પર રોકટોક વગર ટોલ કલેક્શન માટે સરકાર RFID (radio frequency identification) પણ લઈને આવી છે.
નિતિન ગડકરીએ કહ્યું, હવે તમામ કોમર્શિયલ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની સાથે આવે છે. સરકાર એક યોજના લેઇને આવી છે જેમાં તમામ જૂના વ્હીકલ્સમાં પણ GPS ટેક્નોલોજી ઇન્સ્ટોલ કરવામાં આવશે.