5 Star Hotel ને પણ ટક્કર મારે તેવા દુનિયાના TOP-10 Airport, જુઓ PHOTOS

Fri, 12 Feb 2021-5:14 pm,

​દુનિયાનો સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે હિથ્રો એરપોર્ટ જાણીતું છે.તો એરપોર્ટની ખાસ દિવાલોથી બેસ્ટ ટર્મિનલમાં  હિથ્રો એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે.સુરક્ષા અને આકર્ષની દ્રષ્ટીએ હિથ્રો એરપોર્ટ પ્રથમ ક્રમે આવે છે.જેથી અહીં આવતા પ્રવાસીઓ આનંદ સાથે પોતાનો સમય પસાર કરી શકે છે.

હમાદ એરપોર્ટ, કતાર Hamad Airport, Qatar વિશ્વમાં જાણીતું હમાદ ઈંટરનેશનલ એરપોર્ટ 5,400 હેક્ટરમાં ફેલાયેલું છે.અહીંના ડિપાર્ચર હોલમાં રાખવામાં આવેલું 23 ફૂટ લાબુ ટેડી બિયર પ્રવાસીઓને ખુબ જ આકર્ષિત કરે છે.એરહેલ્પ સ્કોરે 2018ની વર્લ્ડવાઈડ બેસ્ટ એરલાઈન અને બેસ્ટ એરપોર્ટમાં કતારને પ્રથમ ક્રમ મળ્યો હતો.

ટેક્નોલોજીમાં સૌથી આગળ ગણાતા જાપાનમાં તમામ આધુનિક સુવિધાઓ જોવા મળે છે.જેનો ઉત્તમ ઉદાહરણ છે ટોક્યો હેનેડા એરપોર્ટ.ટોક્યો હનેડા એરપોર્ટ તેના 6 માળના ફ્લોર રેસ્ટોરન્ટ અને ઓપન રૂફ માટે જાણીતું છે.જેથી અહીં આવતા પ્રવાસીઓને ક્યારે કંટાળો નથી આવતો.

જર્મનીનું મ્યુનિખ એરપોર્ટ ઈયર બર્લિંગ અને કોન્ડોર એરલાઈન્સનું હબ છે.સુંદર આર્કેટેકની સાથે અહીં તમને વિવિધ દેશોનું ભોજન મળી શકે છે.આ એરપોર્ટ પર તમને ઈન-આઉટ બ્રીયૂરી, ગોલ્ફકોર્સ, બિયર હોલ, લાઈવ બૈન્ડનો આનંદ મળશે.સાથે જ અહીંયા તમને ફ્લાઈટ્સમાં મ્યુઝીયમ પન્ન જોવા મળે છે.

ખુબ જ સુંદર એરપોર્ટની યાદીમાં મલેશિયાના ક્વાલાલમ્પુરનો સમાવેશ થાય છે.અહીં કંક્રીટ આર્કિટેક્ટ, જંગલ બોર્ડ વોક, સેટેલાઈટ ટર્મિનલ પ્રવાસીઓને આકર્ષે છે.જેથી અહીં આવતા પ્રવાસીઓને સુંદર વાતવરણ મળી રહી છે.અને તેથી જ આ એરપોર્ટ ખુબ લોકપ્રિય ગણાય છે.

 

અહીંયા એરપોર્ટ આઈસ ફોરેસ્ટ નામક સ્કેટિંગના લીધે જાણીતું છે. અહીંયા પ્રવાસીઓને મનોરંજન માટે જૈજ અને બી-બોયની લાઈવ પર્ફોમન્સ પણ થયા છે. આ એરપોર્ટમાં જાઓ તો કોઈ મોલમાં પહોંચી ગયા હો તેવો અહેસાસ થશે. ઇંચિયન ઇન્ટરનેશનલ એરપોર્ટમાં થિયેટર, મ્યુઝિયમ, ગાર્ડન અને આઈસ સ્કેટિંગની ખાસ સુવિધા છે.જેથી અહીં આવતા પ્રવાસીઓ ખુબ આનંદ માણે છે.

હોંગ કોંગનું આ ઈન્ટરનેશન એરપોર્ટ માનવનિર્મિત દ્રીપ પર બનાવાયું છે.દર વર્ષે આ એરપોર્ટ પર 28 લાખ પ્રવાસીઓ આવે છે.અહીના એવિએશન ડિસ્કવરી સેન્ટર, ગોલ્ફ કોર્સ, ટી મેકિંગ વર્કશોપ, એજ્યુકેશન પાર્ક અને આર્ટ,ક્લચર એકઝીબિશનની પ્રવાસીઓમાં ખુબ જ આકર્ષણ જોવા મળે છે.અહીંયાની ખાસિયત છે કે યુએ આઇએમએએકસ 3ડી થિયેટર છે.

દુનિયાનું સૌથી સુંદર અને મનપસંદ સિંગાપુરનું ચાંગી એરપોર્ટ છે.અહીં વોટરફોલ, થીમ પાર્ક, સ્વિમિંગ પુલ અને રિટેલ આઉટલેટ્સથી આ આલીસાન એર્પોર્ટ જાણીતું છે.બાથ અને બટફ્લાય સહિત અહીં એડવેન્ચર માટેની સુવિધા છે.એડવેન્ચર કરવા માંગતા હો તો ચાંદી એર્પોર્ટના ટર્મિનલ 3 પર તમને સુવિધા મળશે.સાથે 4 માળના આલિશાન એરપોર્ટ પર તમે કોર્કસ્ક્રૂ રાઈડની મજા પણ માણી શકશો.

જાપાનનું સેંટ્રલ એરપોર્ટ સુંદર અને આલિશાન રિઝનલ એરપોર્ટ છે.અહીં 1 હજાર ફૂટ લાંબા સ્કાઈડેકથી પ્રવાસીઓ નાગોયા તટ પર સમુદ્રી જવાજોનો રમણ્ય નજારો માણી શકે છે.જે અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.પ્રવાસીઓને એરપોર્ટ પર ખુલ્લા આકશમાંથી દરિયામાં વિહરતા જહાજોનો આનંદ માણે છે.

જ્યૂરિખ એરપોર્ટ, સ્વીત્ઝર્લેન્ડ Zurich Airport, Switzerland સ્વીત્ઝર્લેન્ડના જ્યૂરિખ એરપોર્ટ સ્વીસ ઈન્ટરનેશન હવાઈ યાત્રાનું હબ ગણાય છે.આ એરપોર્ટ પર સાઇકલ, ઇનલાઇન સ્કેટ્સ અને નોર્ડીક વોકિંગ પોલ્સ પ્રોટેક્ટિવ ગિયર સહિતની સુવિધાની યાત્રીકો મજા માણી શકે છે.અહીંની સુવિધામાં સમય પસાર કરી પ્રવાસીઓ પોતાની યાદગાર પળોને માણે છે.અહીંની એક વખત મુલાકાત લીધા બાદ ફરી જવાની ઈચ્છાને તમે રોકી નહીં શકો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link