આ છે મોદી સરકારના ફુલગુલાબી બજેટની 15 મોટી જાહેરાતો, આજથી બદલાઈ જશે

Tue, 23 Jul 2024-1:29 pm,

આવકવેરાના સ્લેબમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જ્યારે 3-7 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગશે. 7-10 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર 10 ટકા ટેક્સ લાગશે. 10-12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. 12-15 લાખ રૂપિયાની આવક પર 20% ટેક્સ અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. જોકે, જૂના ટેક્સ માળખામાં કોઈ ફેરફાર ન હોવાથી અનેક નાગરિકોને નિરાશા મળી છે.   

ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. મોબાઈલ ફોન, મોબાઈલ PCDA અને મોબાઈલ ચાર્જર પર બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. આવનારા સમયમાં તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. આ કટ મોબાઈલ ફોન અને અન્ય ઘણા ભાગોમાં કરવામાં આવ્યો છે. તેનાથી ઈન્ડસ્ટ્રી પર સકારાત્મક અસર પડશે અને ફોનની કિંમતમાં પણ ઘટાડો થઈ શકે છે. મોબાઈલ ફોન, મોબાઈલ PCDA (પ્રિન્ટેડ સર્કિટ ડિઝાઈન એસેમ્બલી) અને મોબાઈલ ચાર્જિંગ પર બેઝિક કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ તમામ ભાગો પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15 ટકા કરવામાં આવી છે.

કેન્સરની સારવાર માટે વપરાતી ત્રણ દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. 

કિંમતી ધાતુઓ અંગે નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે, સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.5% કરવામાં આવશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link