IPL 2019: IPLમાં ક્રિસ ગેલના ટોપ-3 રેકોર્ડ

Fri, 22 Feb 2019-7:10 am,

ક્રિસ ગેલને ટી20 ક્રિકેટનો યૂનિવર્સલ બોસ કહેવામાં આવે છે. તે ઝડપથી રન બનાવવા ઉપરાંત બોલરોની લાઇન બગાડવા માટે જાણીતો છે. 

આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ગેલ 9માં સ્થાન પર આવે છે. પરંતુ મહત્વની વાત છે કે આ યાદીમાં જે દિગ્ગજ ખેલાડીઓનું નામ છે, ગેલની એવરેજ બધા કરતા વધારે છે. 

ગેલે પોતાના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 3 મેચ રમી છે, જેમાં તેણે 150.7ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 41.2ની એવરેજથી 3994 રન બનાવ્યા છે. 

ગેલે આઈપીએલમાં અત્યાર સુધી 6 સદી ફટકારી છે. ગેલ બાદ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર વિરાટ કોહલી અને શેન વોટસન છે. બંન્નેના નામે ચાર-ચાર સદી છે. એટલું જ નહીં ગેલે આ સદી ફટકારવા માટે વિરાટ કરતા 51 અને વોટસન કરતા 5 મેચ ઓછી રમી છે. 

ગેલે પાંચ સદી આરસીબી માટે રમતા બનાવી છે, જેમાં આઈપીએલમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 175* પણ સામેલ છે. ગેલે આઈપીએલની છઠ્ઠી સદી પંજાબ માટે રમતા ગત સિઝનમાં બનાવી હતી. 

આઈપીએલની દરેક સિઝનમાં ગેલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પરંતુ દરેક ખેલાડી સાથે ખરાબ સમય આવે છે, જ્યારે તેના બેટથી રન નિકળતા નથી. આવું ગેલ સાથે પણ થયું છે. 2011માં કોલકત્તાએ તેને રિટેન ન કર્યો. ત્યારબાદ તે આરસીબીની ટીમમાં સામેલ થયો અને તેણે રનનો ઢગલો કર્યો હતો. 

અત્યાર સુધી આઈપીએલના ઈતિહાસમાં કુલ 6 વખત થયું છે કે, કોઈ બેટ્સમેને એક સિઝનમાં 700થી વધુ રન બનાવ્યા છે. તો ગેલે બે વાર આ સિદ્ધિ મેળવી છે. તેણે આઈપીએલ 2012માં 733 અને 2013માં 703 રન બનાવ્યા હતા. 

આ સાથે એક આઈપીએલની સિઝનમાં સૌથી વધુ વખત 600થી વધુ રન બનાવવા મામલે પણ ગેલ આગળ છે. તેણે 3 વખત આ સિદ્ધિ મેળવી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link