3 દમદાર PSU Stocks કરાવી શકે છે જબરદસ્ત કમાણી, 15 દિવસની દ્રષ્ટિએ કરો રોકાણ
બજાર ઓલ ટાઈમ હાઈ પર છે. નિફ્ટી 23500ને પાર પહોંચી ગયો છે. મોંઘવારીને લઈને ડેટા આવ્યા બાદ અમેરિકી બજારનો પણ જોશ હાઈ છે. બજેટ પહેલા વોલાટિલિટી રહેવાની આશા છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન પર ફોકસ કરો. પોઝિશનલ ટ્રેડર્સ માટે એક્સિસ ડાયરેક્ટે આગામી 5-15 દિવસની દ્રષ્ટિએ 3 PSU Stocks માં ખરીદીની સલાહ આપી છે. જાણો તેના માટે ટાર્ગેટ અને સ્ટોપલોસ.
આ લિસ્ટમાં પ્રથમ સ્ટોક છે IRCTC.તે રેલવે માટે કેટરિંગ અને ટિકટિંગ સર્વિસ આપે છે. આ શેર 1055 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બ્રોકરેજે કહ્યું કે 1042-1052 રૂપિયાની રેન્જમાં ખરીદો. આગામી 15 દિવસ માટે 1118 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, સ્ટોપલોસ 1030 રૂપિયા રાખવાનો છે.
ONGC એટલે કે ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનને મહારત્નનો દરર્જો મળેલો છે. આ ક્રૂડ ઓયલ અને નેચરલ ગેસની સૌથી મોટી કંપની છે. શેર 308 રૂપિયાની રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. બ્રોકરેજે 320 રૂપિયાના ટાર્ગેટ અને 298 રૂપિયાનો સ્ટોપલોસ આપ્યો છે.
Engineers India દેશની લીડિંગ એન્જિનિયરિંગ કંપની છે, જે કન્સલ્ટેન્સી એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસ આપે છે.આ કંપની પેટ્રોલિમય, માઇનિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી સહિત ઘણા સેક્ટરમાં કામ કરે છે. આ શેર 290 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. 292-294 રૂપિયાની રેન્જમાં ખરીદી કરો. 330 રૂપિયાનો ટાર્ગેટ અને 282 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)