આ છે IPLના ટોપ 3 વિકેટકીપર, જાણો ધોનીથી કેટલો પાછળ છે દિનેશ કાર્તિક
આઈપીએલમાં સૌથી વધુ શિકાર કરવાના મામલામાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની ટોપ પર છે. માહી વિશ્વનો દિગ્ગજ વિકેટકીપર છે, તેની સ્ટાઇલ સૌથી અલગ અને શાનદાર છે. ધોનીએ અત્યાર સુધી આઈપીએલમાં કુલ 190 મેચ રમી છે અને 183 ઈનિંગમાં વિકેટની પાછળ 132 શિકાર કર્યાં છે. આ દરમિયાન તેણે 94 કેચ અને 38 સ્ટમ્પિંગ કરી છે.
આ લિસ્ટમાં બીજા સ્થાન પર કોલકત્તા નાઇટરાઇડર્સના કેપ્ટન તથા વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિલનું નામ આવે છે. કાર્તિક પણ પહેલી સીઝનથી આઈપીએલ રમે છે. કાર્તિકે પોતાના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 182 મેચ રમી છે, જેની 166 ઈનિંગમાં 131 શિકાર કર્યાં છે. આ દરમિયાન તેણે 101 કેચ ઝડપ્યા અને 30 સ્ટમ્પિંગ કરી છે.
આ લિસ્ટમાં ત્રીજા નંબર પર રોબિન ઉથપ્પા છે. રોબિન ઉથપ્પાએ પોતાના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 177 મેચ રમી છે અને આ દરમિયાન 114 ઈનિંગમાં કુલ 90 શિકાર કર્યા છે. આ દરમિયાન ઉથપ્પાએ 58 કેચ કર્યા અને 32 સ્ટમ્પિંગ કરી છે.