આ છે ભારતની ટોપ-5 સરકારી શાળા, એકવાર એડમિશન થઈ ગયું તો બધા સપના થઈ જશે સાકાર

Sun, 04 Aug 2024-9:48 pm,

સૌથી પહેલા નંબર પર આવે છે કેન્દ્રીય વિદ્યાલય (Kendriya Vidyalaya).આ સ્કૂલ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા ચલાવવામાં આવે છે. આ સ્કૂલોની કમાન ભારત સરકારના શિક્ષણ મંત્રાલય પાસે હોય છે. ભારતમાં આ સમયે કુલ 1250 કેન્દ્રીય વિદ્યાલય છે. આ સિવાય કાઠમાંડૂ, મોસ્કો અને તેહરાનમાં પણ એક-એક કેન્દ્રીય વિદ્યાલય છે. અહીં વિદ્યાર્થીઓને પ્રવેશ એન્ટ્રસ ટેસ્ટ દ્વારા મળે છે.  

ત્યારબાદ આવે છે રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલય (Rajkiya Pratibha Vikas Vidyalaya). આ શાળાઓ દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલય દ્વારા ચલાવવામાં આવે છે. અહીં દર વર્ષે એડમિશન માટે પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. આ ટેસ્ટ દ્વારા ધોરણ 6 અને ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવે છે.  આ ઉપરાંત, એક વધુ વાત જાણવા જેવી છે કે વર્ષ 2021-22 થી, રાજકિયા પ્રતિભા વિકાસ વિદ્યાલય (RPVV) નું નામ બદલીને School of Specialized Excellence (SoSE) કરવામાં આવ્યું છે.

દેશભરમાં ત્રીજા નંબર પર આવે છે જવાહર નવોદય વિદ્યાલય  (Jawahar Navodaya Vidyalaya).આ સંપૂર્ણ રીતે આવાસીય અને સહ-શિક્ષણ સ્કૂલ છે. તેને સ્વાયત્ત સંગઠન દ્વારા ચલાવવામાં આવે છે. આ સ્કૂલોમાં ધોરણ 6થી 12 સુધીનો અભ્યાસ થાય છે. આ સિવાય વિદ્યાલય કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)સાથે સંલગ્ન છે. અહીં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ફ્રીમાં અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે ધોરણ 9થી દર મહિને 600 રૂપિયા ફી લેવામાં આવે છે.   

હવે વારો આવે છે દિલ્હી સ્કૂલ ઓફ એક્સલેન્સનો. જેને દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. દિલ્હીની કેજરીવાલ સરકારે આવી 100 સ્કૂલ બનાવવાનું વચન આપ્યું છે. પરંતુ રાજધાનીમાં અત્યારે માત્ર 5 સ્કૂલ ઓફ એક્સલેન્સ છે. અહીં નર્સરીથી ધોરણ 12 સુધીનો અભ્યાસ થાય છે. અહીં વિદ્યાર્થીઓને તેની યોગ્યતા અનુસાર પ્રવેશ મળે છે. દિલ્હી, રોહિણી સેક્ટર 17 અને સેક્ટર 23, ખીચડીપુર, કાલકાજી, મદનપુર ખાદર અને દ્વારકા સેક્ટર 22માં 5 શ્રેષ્ઠ શાળાઓ હાજર છે.  

હવે વાત કરીએ સૈનિક સ્કૂલની. આ બધી સ્કૂલ ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા સ્થાપિત કરવામાં આવી અને સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ 1961માં થઈ હતી. ભારતના તત્કાલીન રક્ષા મંત્રી વી.કે. કૃષ્ણા મેનને 1961માં સ્કૂલને શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. મહત્વનું છે કે આ સ્કૂલોમાં પહેલા માત્ર યુવકોનું એડમિશન થતું હતું. પરંતુ 2021-2022થી યુવતીઓને પણ ધોરણ 6થી પ્રવેશ આપવામાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link