Diesel SUV ખરીદવી છે? આ છે સૌથી સસ્તી 5 ડીઝલ એસયૂવી, કોઇપણ લઇ લો મજા આવી જશે!

Sun, 01 Oct 2023-10:55 am,

Bolero Neo ની કિંમત 9.63 લાખ રૂપિયાથી 12.14 લાખ રૂપિયા સુધીની છે જ્યારે બોલેરોની કિંમત 9.79 લાખ રૂપિયાથી લઈને 10.80 લાખ રૂપિયા સુધીની છે. તેમાં 1.5L ટર્બો ડીઝલ એન્જિન છે. આ એન્જિન બોલેરોમાં 74.9bhp/210Nm અને Bolero Neoમાં 100bhp/260Nm જનરેટ કરે છે.

Kia Sonet ના ડીઝલ વેરિઅન્ટની કિંમત 9.95 લાખ રૂપિયાથી 14.89 લાખ રૂપિયા સુધીની છે. તેમાં કુલ 11 ડીઝલ વેરિએન્ટ છે, જે 1.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન સાથે આવે છે, આ એન્જિન 115bhp અને 250Nmનું આઉટપુટ આપી શકે છે.

Mahindra XUV300 ના ડીઝલ વેરિઅન્ટની કિંમત 10.21 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 14.76 લાખ રૂપિયા સુધી જાય છે. તેમાં કુલ 9 ડીઝલ વેરિએન્ટ છે, જે 1.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન સાથે આવે છે. આ એન્જિન 115bhp અને 300Nmનું આઉટપુટ આપી શકે છે.

Hyudai Venue ના ડીઝલ વેરિઅન્ટની કિંમત 10.46 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 13.48 લાખ રૂપિયા સુધી જાય છે. તે 1.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન સાથે પણ ઉપલબ્ધ છે. આ એન્જિન 115bhp/250Nm જનરેટ કરે છે.

Tata Nexon ના ડીઝલ વેરિઅન્ટની કિંમત 11 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 15.50 લાખ રૂપિયા સુધી જાય છે. તેમાં કુલ 30 ડીઝલ વેરિએન્ટ ઉપલબ્ધ છે, જેમાં 1.5 લીટર ડીઝલ એન્જિન છે. તે 115bhp/260Nm જનરેટ કરી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link