Tajmahal જ નહી, Agra માં જરૂર જુઓ આ Tourist Places, યાદગાર બની જશે સફર

Mon, 29 Jan 2024-3:52 pm,

જ્યારે પણ તમને આગરા ફરવા માટે સમય મળે, ત્યારે તમારે 40 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી ફોર્ટ કોમ્પ્લેક્સ Fatehpur Sikri Fort Complex) ની મુલાકાત લેવી જોઈએ, અહીં બુલંદ દરવાજો (Buland Darwaza) અને શેખ સલીમ ચિશ્તીનો મકબરો (Tomb Of Shaikh Salim Chishti) છે. તેનું નિર્માણ બાદશાહ અકબરે કરાવ્યું હતું.

તાજમહેલ (Tajmahal) માત્ર આગ્રાની જ નહીં પરંતુ ભારતની પણ ઓળખ છે, દર સીઝનમાં આ અનોખી ઈમારતને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. ખાસ કરીને રોમેન્ટિક કપલ્સ માટે તાજ સામે પ્રપોઝ કરવું અને ફોટો ક્લિક કરાવવો એ સપનાથી ઓછું નથી.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ આગ્રાનો કિલ્લો (Agra Fort) મુઘલોનો ભવ્ય ઈતિહાસ અને તે સમયગાળાની ભવ્યતા દર્શાવે છે. જો તમે આ કિલ્લા પર જાવ તો દિવાન-એ-આમ અને દિવાન-એ-ખાસની મુલાકાત ચોક્કસ લો. અહીંથી તાજમહેલનો નજારો પણ જોઈ શકાય છે.

આગ્રાના સિકંદરા (Sikandra) માં મુઘલ બાદશાહ અકબરનો મકબરો  (Akbar’s Tomb) લાલ રેતીના પથ્થરથી બનેલો છે જે વાસ્તુકલાનું શાનદાર ઉદાહરણ માનવામાં આવે છે. તે તેના પુત્ર જહાંગીરે (Jahangir) વર્ષ 1605-1613 વચ્ચે બનાવ્યો હતો.

જો તમે આગ્રા જાઓ, તો ચોક્કસપણે ઇતિમાદ-ઉદ-દૌલાનો મકબરો (Tomb of I’timād-ud-Daulah) જુઓ. તેને ઘણીવાર 'બેબી તાજ' તરીકે ઓળખવામાં આવે છે. તેની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ ઈમારત સંપૂર્ણપણે સંગેમરમરના પથ્થરથી બનેલી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link