Maruti Fronx થી Lamborghini Urus S સુધી, એપ્રિલમાં લોન્ચ થશે આ ધમાકેદાર કાર, જુઓ તસવીરો
Maruti Fronx: મારૂતિની ફ્રોંક્સ એપ્રિલના પહેલાં કે બીજા સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે. બલેનો-બેસ્ડ ક્રોસઓવરને ઓટો એક્સપો 2023માં શોકેસ કરવામાં આવી હતી. તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તેની કિંમત આશરે 8 લાખ રૂપિયાથી શરૂ થાય છે. Fronx માં 1.2 લીટર પેટ્રોલ એન્જિન અને 1 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવશે.
MG Comet EV: આ મિડ એપ્રિલમાં લોન્ચ થઈ શકે છે. તેની કિંમત આશરે 9 લાખ રૂપિયાની આસપાસ શરૂ થઈ શકે છે. તેના એન્ટ્રી લેવલ વેરિએન્ટમાં 17.3kWh નું બેટરી પેક મળી શકે છે, જે સંભવિત રીતે 200 કિમીની રેન્જ ઓફર કરી શકે છે. તેના હાઈ-એન્ડ વેરિએન્ટમાં 26.7kWhનું બેટરી પેક આપી શકાય છે.
Lamborghini Urus S: ફેસલિફ્ટેડ ઉરૂસનું એપ્રિલમાં ડેબ્યૂ થશે, તેને એસ વેરિએન્ટના રૂપમાં રજૂ કરવામાં આવશે. તેમાં 4.4 લીટર ટ્વિન ટર્બો V8 (666PS) એન્જિન મળશે. તે માત્ર 3.7 સેકેન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિકલાકની ગતિ પડકી શકે છે.
Mercedes AMG GT S E Performance: ભારતમાં એપ્રિલમાં આ કાર ડેબ્યૂ કરી શકે છે. તે 4 લીટર ટ્વિન ટર્બો V8 એન્જિનની સાથે આવશે, જે 639PS અને 900Nm જનરેટ કરી શકે છે. તેનું હાઇબ્રિડ સેટઅપ 843PS અને 1470Nm જનરેટ કરી શકે છે.
Lexus New Gen RX: આ અપકમિંગ D2-સેગમેન્ટ SUV એપ્રિલમાં આવી શકે છે. તેની કિંમત 1 કરોડ રૂપિયાથી અને 1.15 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે.