Year Ender 2023: આ વર્ષે લોન્ચ થઇ આ 5 સસ્તી CNG કાર્સ, મળશે સારી માઇલેજ, જાણો કિંમત
TATA ALTROZ CNG: ટાટા મોટર્સે મે 2023માં અલ્ટ્રોઝ હેચબેકનું CNG વર્ઝન લોન્ચ કર્યું હતું, જેમાં નવી ટ્વીન-સિલિન્ડર CNG ટેક્નોલોજી હતી. રસપ્રદ વાત એ છે કે, તે સનરૂફ સાથે આવનાર પ્રથમ CNG સંચાલિત હેચબેક હતી. હાલમાં તેની કિંમત રૂ. 7.55 લાખથી રૂ. 10.55 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.
TATA TIAGO/TIGOR CNG: ટાટા ટિયાગો હેચબેક અને ટિગોર કોમ્પેક્ટ સેડાન એ નવા ટ્વીન-સિલિન્ડર CNG સાથે બ્રાન્ડની બીજી ઓફર છે. Tiago CNGની કિંમત હાલમાં રૂ. 6.55 લાખથી રૂ. 8.20 લાખની વચ્ચે છે. જ્યારે, Tigor CNGની કિંમત 7.80 લાખ રૂપિયાથી 8.95 લાખ રૂપિયા (તમામ એક્સ-શોરૂમ) વચ્ચે છે.
TATA PUNCH CNG: ટાટા પંચ મૉડલ લાઇનઅપ પાંચ CNG વેરિઅન્ટ ઑફર કરે છે - પ્યોર, એડવેન્ચર, એડવેન્ચર રિધમ, અકમ્પ્લીશ્ડ અને એક્સપ્લીશ્ડ ડેઝલ એસ, જેની કિંમત ક્રમશ: રૂ. 7.10 લાખ, રૂ. 7.85 લાખ, રૂ. 8.20 લાખ, રૂ. 8.85 લાખ અને રૂ. 9.68 લાખ (એક્સ-શોરૂમ) છે.
MARUTI GRAND VITARA CNG: મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા CNG ની કિંમત અન્ય કરતા થોડી વધારે છે પરંતુ અમને લાગ્યું કે તેને પણ યાદીમાં સામેલ કરવી જોઈએ. તેની કિંમત 13.05 લાખ રૂપિયાથી 14.86 લાખ રૂપિયાની વચ્ચે છે. ગ્રાન્ડ વિટારા CNG 26.6 km/kg ની માઈલેજ આપે છે.