Year Ender 2019 : આ હિરોઇન સાબિત થઈ નંબર વન, બીજા નામ છે....
કંગના રનૌતે ફિલ્મ જજમેન્ટ હૈં ક્યામાં દમદાર એક્ટિંગ કરીને બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તેણે મુંબઈમાં રહેતી ડબિંગ આર્ટિસ્ટનો રોલ કર્યો હતો. આ સિવાય કંગનાની ફિલ્મ મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી પણ સફળ સાબિત થઈ છે.
આલિયાએ ગલી બોયમાં સફીના ફિરદૌસીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેણે રણવીર સિંહની ગર્લફ્રેન્ડનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં આલિઆની એક્ટિંગે બધાના દિલ જીતી લીધા હતા.
ભુમિ પેડનેકરની આ વર્ષે બાલા, સોનચિડીયા, સાંઢ કી આંખ અને પતિ, પત્ની ઔર વો જેવી સફળ ફિલ્મો આવી છે. બાલામાં ભુમિકાએ લતિકા ત્રિવેદીનો રોલ ભજવીને જબરદસ્ત એક્ટિંગ કરી છે.
તાપસીએ બદલા ફિલ્મમાં નૈના સેઠી નામની યંગ અને સફળ બિઝનેસમેનનો રોલ બહુ મજબૂત રીતે ભજવ્યો હતો. આ ફિલ્મમાં તેણે બિગ સ્ટાર અમિતાભ બચ્ચન સામે બરાબર ઝીંક ઝીલી હતી. આ સિવાય તેણે સાંઢ કી આંખ ફિલ્મમાં પણ મજબૂત એક્ટિંગ કરી હતી.
વિદ્યા બાલને ફિલ્મ મિશન મંગલમાં તારા શિંદેનો રોલ કરીને બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં અક્ષય લીડ એક્ટર હોવા છતાં વિદ્યા લાઇમલાઇટમાં રહી હતી.
પ્રિયંકાએ ફિલ્મ The Sky Is Pinkમાં અદિતી ચૌધરીનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મથી પ્રિયંકાએ બોલિવૂડમાં ત્રણ વર્ષ પછી કમબેક કર્યું છે. આ ફિલ્મને દર્શકોની સાથેસાથે ક્રિટીક્સે પણ વખાણી હતી.
ઝાયરા વસીમે ફિલ્મ સ્કાઇ ઇઝ પિંકમાં અદિતી ચૌધરીની દીકરી આઇશા ચૌધરીનો રોલ ભજવ્યો હતો અને બહુ સારી રીતે ભજવ્યો હતો. ઝાયરાએ બોલિવૂડ છોડી દેવાની જાહેરાત કરી છે પણ આમ છતાં એના ચાહકોની સંખ્યામાં ઘટાડો નથી થયો.
રાનીએ મર્દાની 2માં શિવાની શિવાજી રોયનો ધમાકેદાર રોલ કરીને બધાના દિલ જીતી લીધા હતા. તેની એક્ટિંગના બધાએ બહુ વખાણ કર્યા છે.
કરીના કપૂર ખાને વર્ષના અંતે Good Newwzથી મજબૂત હાજરી નોંધાવી છે. આ ફિલ્મના તેના દિપ્તીના પાત્રને લોકોએ બહુ પસંદ કર્યું છે.
કિયારાએ ફિલ્મ કબીર સિંહમાં પ્રીતિનો તેમજ ગુડ ન્યૂઝમાં મોનિકા બત્રાનો રોલ કર્યો હતો. આ બંને રોલ એકબીજા કરતા સાવ અલગ હોવા કિયારાએ બરાબર ન્યાય આપ્યો છે.