12મું ધોરણ પાસ કર્યા બાદ ટોપ 5 સસ્તા કોર્સ વિશે જાણો, લાખોમાં થશે કમાણી
ડિપ્લોમા ઈન ફેશન ડિઝાઈનિંગ: આ છ મહિના કે એક વર્ષનો કોર્સ છે, જેની ફી લગભગ 60,000 થી 80,000 રૂપિયાની આજુબાજુ હોય છે. ત્યારબાદ તમે સારા પગારવાળી નોકરી મેળવી શકો છો.
ડિપ્લોમા ઈન ઈન્ટીરિયર ડિઝાઈનિંગ: આ કોર્સ ફક્ત એક વર્ષ કે છ મહિનામાં કરી શકાય છે. તેની ફી લગભગ 1 લાખની આજુબાજુ હોય છે. તે કર્યા બાદ લાખોની કમાણી કરી શકો છો.
ડિપ્લોમા ઈન ગ્રાફિક ડિઝાઈનિંગ: આ કોર્સની ફી લગભગ 5000 રૂપિયાથી 10,000 રૂપિયા આજુબાજુ હોય છે. તે 6 મહિના કે એક વર્ષમાં પૂરો કરી શકાય છે. ત્યારબાદ તમે લાખોનો પગાર કમાઈ શકો છો.
ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન: આ કોર્સની ફી લગભગ એક લાખ રૂપિયાની આજુબાજુ હોય છે. તે 6 મહિના કે એક વર્ષમાં પૂરો કરી શકાય છે. તે કર્યા બાદ તમે સારા પગારવાળી નોકરી મેળવી શકો છો.
ડિપ્લોમા ઈન ડિજિટલ માર્કેટિંગ: તેની ફી લગભગ એક લાખની આજુબાજુ છે. તે 6 મહિના કે એક વર્ષમાં પૂરો કરી શકાય છે. તે કર્યા બાદ તમે બેસ્ટ પગારવાળી નોકરી મેળવી શકો છો.