Gold Rates: સોનું લેવાની સોનેરી તક! ગણપતિના આગમન પહેલાં બદલાઈ ગયો સોનાનો ભાવ

Fri, 06 Sep 2024-11:57 am,

Gold Prices Today: હાલ ગણેશ મહોત્સવ આવી રહ્યો છે. તહેવારોમાં સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. ત્યારે ગણપતિના આગમન પહેલાં જ બદલાઈ ગયો છે સોનાનો ભાવ. સોનાના ભાવમાં થયો છે મોટો ફેરફાર. સોનું ખરીદવા માંગતા લોકો માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. જાણો આજે અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ગુજરાતના મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ....સાથે જ દિલ્લી, મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં કેવી છે સોનાની ચમક એ પણ જાણો...

ગુજરાતીઓ સૌથી વધારે ભરોસો સોના પર કરે છે. ભાવ સતત વધતા જાય છે આમ છતાં સોનાની ખરીદી ઘટતી નથી. આજે પણ જવેલર્સની દુકાનમાં લાંબી લાઈનો હોય છે. સોનાની કિંમત પર સૌથી મોટી આગાહી આવી છે. સોનાના ભાવ (Gold price) રૂ. 80000 નહીં પણ આવતા વર્ષ સુધીમાં કિંમતો આના કરતા ઘણી વધી જશે. જો તમે પણ ખરીદવાની રાહ જોઈ રહયા હો તો મોકો ચૂકતા નહીં. 

જો સોનામાં રોકાણ કરવા માગો છો તો તમારે એ જાણવું જરૂરી છે કે એક વર્ષમાં સોનું (Gold price) કેટલા ટકા રિટર્ન આપી શકે છે. ખરેખર વળતરની દ્રષ્ટિએ જોઈએ તો સોનું દરેક એસેટ ક્લાસમાં ટોચ પર છે. ખાસ વાત એ છે કે ખરાબ સમયમાં જ્યાં શેર અને પ્રોપર્ટીના ભાવ (Property price) ઘટે છે ત્યારે સોનાની ચમક ઓછી થતી નથી. એટલે જ ગુજરાતીઓ  (Gujarati) સોના પર વધારે ભરોસો કરે છે. અત્યારે સોનાની કિંમત 71000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનું ફરી 75000ના સ્તરને સ્પર્શશે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે ભાવ 80000 સુધી જશે. હવે સોનાના ભાવને લઈને વધુ એક મોટો અંદાજ સામે આવ્યો છે.

ભારતમાં આજે સોનાની કિંમત 22 કેરેટના ભાવ રુપિયા 6,668 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 7,275 પ્રતિ ગ્રામ છે. ત્યારે જાણીએ ગુજરાત સહિતના અન્ય શહેરોમાં કેટલો છે સોનાનો ભાવ...

અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 6,673 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 7,280 પ્રતિ ગ્રામ છે.  

વડોદરામાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 6,673 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 7,280 પ્રતિ ગ્રામ છે.  

સુરતમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 6,673 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 7,280 પ્રતિ ગ્રામ છે.

રાજકોટમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 6,673 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 7,280 પ્રતિ ગ્રામ છે.  

મુંબઈમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 6,668 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 7,275 પ્રતિ ગ્રામ છે.

દિલ્લીમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે રુપિયા 6,683 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 7,290 પ્રતિ ગ્રામ છે.

બેંગલુરુમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 6,668 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 7,274 પ્રતિ ગ્રામ છે.

હૈદરાબાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 6,668 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 7,275 પ્રતિ ગ્રામ છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link