Top Selling Car: વેગનઆર, બલેનો, પંચ...બધાને બાજુ પર હડસેલી આ કાર પાછળ દીવાના થયા લોકો, નામ જાણી ચોંકશો, ખરીદવા માટે પડાપડી

Tue, 08 Oct 2024-4:13 pm,

સપ્ટેમ્બરમાં સૌથી વધુ વેચાયેલી કારોની યાદી સામે આવી ગઈ છે. આ યાદીએ એકવાર ફરીથી બધાને ચોંકાવી દીધા છે. આ યાદીમાં જે ગાડી ટોપ પર જોવા મળી તેનું નામ જાણીને તમને નવાઈ લાગશે કારણ કે આ ગાડીએ વેગનઆર, બલેનો જેવી અનેક લોકપ્રિય કારોને પછાડીને સૌથી વધુ વેચાયેલી કારમાં ટોપ પોઝિશન મેળવી છે. બીજુ સૌથી ચોંકાવનારું એ જોવા મળ્યું કે ટોપ 10માં દબદબો ધરાવતી ટાટા પંચ કાર 9માં નંબરે પહોંચી ગઈ. જાણો કઈ કાર છે ટોપ પર....

મારુતિ સુઝૂકીની લોકપ્રિય કાર ઈકો આ યાદીમાં 10માં નંબરે છે. સપ્ટેમ્બર મહિનામાં આ કારના 11908 યુનિટ વેચાયા છે. 

ટાટા મોટર્સને લોકપ્રિય ગાડી પંચ આ યાદીમાં નવમાં નંબરે પહોંચી ગઈ છે. જેના સપ્ટેમ્બર મહિનામાં 13711 યુનિટ વેચાયા છે. 

આ પણ આઘાતજનક કહેવાય કારણ કે મારુતિની આ વેગનઆર કાર ટોપ 5માં જોવા મળતી હોય છે. જે આ વખતે આઠમા નંબરે સરકી ગઈ. જેના સપ્ટેમ્બરમાં 13339 યુનિટ વેચાયા. 

મારુતિની વધુ એક કાર આ યાદીમાં છે. ફ્રોન્ક્સના સપ્ટેમ્બર મહિનામાં 13874 યુનિટ વેચાયા અને યાદીમાં તે સાતમા નંબરે પહોંચી છે. 

મારુતિ સુઝૂકીની આ કાર પણ લોકપ્રિય કારોની શ્રેણીમાં છે જેના સપ્ટેમ્બરમાં 14292 યુનિટ વેચાયા અને યાદીમાં છઠ્ઠા નંબરે છે. 

મહિન્દ્રા સ્કોર્પિયો-એન પણ મહિન્દ્રાની લોકપ્રિય કારોમાંથી એક છે. જેના સપ્ટેમ્બરમાં 14438 યુનિટ વેચાયા અને યાદીમાં ટોપ ફાઈવમાં સામેલ થઈ પાંચમા નંબરે છે. 

મારુતિની બ્રેઝા કાર આ યાદીમાં ચોથા નંબરે પહોંચી ગઈ છે જેના સપ્ટેમ્બર મહિનામાં 15322 યુનિટ વેચાયા છે. 

ત્રીજા નંબરે હુન્ડાઈની ક્રેટા કાર આવી છે જેના સપ્ટેમ્બરમાં 15902 યુનિટ વેચાયા છે. 

મારુતિની ગાડીઓએ ટોપ 10 કારની યાદીમાં મેદાન માર્યું છે. તેની સ્વિફટ કાર સપ્ટેમ્બરમાં સૌથી વધુ વેચાયેલી કારની યાદીમાં બીજા નંબરે પહોંચી છે જેના 16241 યુનિટ વેચાયા છે. 

સપ્ટેમ્બરમાં જે કાર સૌથી વધુ વેચાઈ તે છે મારુતિની અર્ટિગા. સપ્ટેમ્બરમાં અર્ટિગાના 17441 યુનિટ્સ વેચાયા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link