Top-5 Camera Smartphones: આ મેજિક કેમેરાવાળો મોબાઈલ લઈ આવો, મેરેજમાં નહીં કરવો પડે વીડિયો શૂટિંગનો ખર્ચો!
Vivo X90 Pro પાસે ZEISS ની મદદથી શાનદાર કેમેરા છે. પ્રાથમિક કેમેરા ઓછા પ્રકાશમાં ઉત્તમ ફોટા ક્લિક કરે છે. તમે આ ફોનને કૂલ બ્લેક કલરમાં મેળવી શકો છો અને તેમાં 12GB મેમરી અને 256GB સ્ટોરેજ સાથેનું વર્ઝન છે જેની કિંમત 84,999 રૂપિયા છે.
તેને અત્યાર સુધીનો શ્રેષ્ઠ કેમેરા સ્માર્ટફોન માનવામાં આવે છે. આ ફોન Snapdragon 8 Gen 2 ચિપ દ્વારા સંચાલિત છે. ફોનમાં 200MPનો શાનદાર કેમેરા ઉપલબ્ધ છે. ફોનમાં એસ-પેન પણ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ લેખન અને ચિત્રકામ માટે થાય છે. ફોનની શરૂઆતી કિંમત 1,24,999 રૂપિયા છે.
તેમાં ત્રણ કેમેરા છે, જેમાં 50MP કેમેરા ઉપલબ્ધ છે. તે ઓછા પ્રકાશમાં પણ શાનદાર ફોટા ક્લિક કરે છે. ફોન બે રંગોમાં આવે છે અને તેની કિંમત 79,999 રૂપિયા છે.
Vivo V27 Pro એ ખૂબ જ સ્લિમ અને શાનદાર ડિઝાઇનવાળો ફોન છે. તેનો પ્રાઈમરી કેમેરો ઘણો મજબૂત છે. તેને વેડિંગ ફોટોગ્રાફી માટે બેસ્ટ માનવામાં આવે છે. આ ફોન ત્રણ વર્ઝનમાં આવે છે અને તેની કિંમત 37,999 રૂપિયા છે.
OPPO Reno 10 Pro Plus માં હાઇ એન્ડ કેમેરા ઉપલબ્ધ છે. વધુ ઝૂમ કર્યા પછી પણ ફોટાની ગુણવત્તા બગડતી નથી. તેની શરૂઆતી કિંમત 39,999 રૂપિયા છે.