આ છે ભારતના સૌથી મોંઘા હિલ સ્ટેશન, જ્યાં અમીરોના ખિસ્સા પણ થઈ જાય છે ખાલી!
ભારતમાં આવા ઘણા હિલ સ્ટેશન છે જે પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં કેટલાક એવા હિલ સ્ટેશન છે જ્યાં જવા માટે લોકોને ઘણા પૈસા ખર્ચવા પડે છે.
શિલોંગ ભારતના સૌથી મોંઘા હિલ સ્ટેશનોની યાદીમાં ટોચ પર છે. શિલોંગ મેઘાલયની રાજધાની છે અને અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે.
પોમુંડી કેરળનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અહીંની સુંદર ખીણોને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
કુફરી એ શિમલા નજીક આવેલું એક હિલ સ્ટેશન છે. અહીં તળાવો, નદીઓ અને ધોધ છે. આ સિવાય તમે અહીં એડવેન્ચર એક્ટિવિટી પણ માણી શકો છો.
કુફરી બાદ મસૂરી પણ આ યાદીમાં સામેલ છે. મસૂરીમાં તમે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ અને વોટર સ્પોર્ટ્સ જેવી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકો છો.