Farmers Protest: DND પર ભારે ટ્રાફિકજામ, Delhi-Noida અવરજવરમાં મુશ્કેલી; જુઓ PHOTOS

Wed, 02 Dec 2020-3:34 pm,

તમને જણાવી દઇએ કે કૃષિ કાયદા (Farm Laws)માં પરત લેવાની માંગ કરે રહેલા ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest)ને આજે 8 દિવસ થઇ ગયા છે. ખેડૂતોનું કહેવું છે જ્યાં સુધી કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા (Farm Laws)ને સ્થગિત કરતી નથી ત્યાં સુધી અમે અડગ રહીશું. 

પોલીસે દિલ્હી-નોઇડા બોર્ડર (Delhi Noida Border)પર ખેડૂતોને રોકવા માટે 6 લેયર બેરિકેડિંગ રાખી છે. દિલ્હી પોલીસ સાથે બોર્ડર પર CISFના જવાન પણ હાજ્ર છે. ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest)ના કારણે બોર્ડર સીલ થતાં દિલ્હી નોઇડા અવર જવર કરનાર લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest)ના લીધે ઘણા લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી થઇ રહી છે. એવામાં જોવાનું એ છે કે ખેડૂત ક્યાં સુધી દિલ્હીની બોર્ડર પર રહે છે જ્યાં સુધી દિલ્હીની સીમાઓ સીલ રહેશે. 

દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે પણ ભારે ટ્રાફિક જોવા મળ્યો. ગાડીઓ ધીરે ધીરે જ રસ્તા પર જતી જોવા મળી.  (ફોટો સાભાર: IANS)

ખેડૂતના આંદોલનાના લીધે લોકો જમા થતાં લોકો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફ્સાયા હતા. તેના લીધે લોકોને ખૂબ મુશેલી થઇ રહી છે (ફોટો સાભાર: IANS)

એક વ્યક્તિએ જણાવ્યું હતું કે મારે સેક્ટર 15 જવાનું હતું. હું નોઅક્રી માટે નિઝામુદ્દીનથી આવી રહ્યો છું પરંતુ પહોંચી શક્યો નહી. ખેડૂત આંદોલનના લીધેજનતા પરેશાન છે. પ્રદર્શન કરો પરંતુ આંદોલનના લીધે મારી નોકરી જતી રહેશે તો તેની જવાબદારી કોની રહેશે. 

ખેડૂત દિલ્હીના જંતર-મંતર અથવા રામલીલા મેદાન (Ramleela Maidan)માં જવા માટે દિલ્હીની તમામ બોર્ડર પર એકઠા થયા છે. 

ગઇકાલે મંગળવારે ખેડૂત નેતાઓની કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલમંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાતમાં કોઇ સમાધાન નિકળ્યું ન હતું. મીટિંગ બાદ ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર અમને મંડીની બહાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ની ગેરેન્ટી નહી આપે, ત્યાં સુધી ખેડૂત પ્રદર્શન કરતા રહેશે. 

દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે તે પોતાની સાથે 4-6 મહિનાનું રાશન લાવ્યા છે. અમને લોકોને સરકાર વિશ્વાસ નથી. જ્યાં સુધી અમારી માંગ પુરી નહી થાય ત્યાં સુધી અમે અહીંથી જઇશું નહી. 

જોકે ખેડૂત આંદોલન (Farmers Protest) સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે અમારા લીધે સામાન્ય લોકોને પરેશાની થઇ રહી છે. જો કોઇને સમસ્યા થઇ રહી છે તો તે સરકારના કાળા કાયદાના લીધે થઇ રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link