New Year Travel Plan: નવા વર્ષે બનાવો ધાંસૂ પ્લાન, ફક્ત 5000 માં જતા આવો શાનદાર જગ્યાએ

Mon, 28 Nov 2022-4:57 pm,

તમને જણાવી દઇએ કે નવા વર્ષની ઉજવણી કરવા માટે કસોલ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. કસોલ એવી જગ્યા છે જ્યાં તમે ઓછા પૈસા ખર્ચ કરીને મોજ માણી શકો છો. કસોલ એવી જગ્યા છે જે તમારું દિલ જીતી લેશે. કસોલની સુંદર વાદીઓ લોકોને વારંવાર આવવા માટે મજબૂર કરે છે. 

નવા વર્ષના અવસર પર તમે કસોલમાં સુંદર મજા માણી શકો છો. દિલ્હીથી કસોલ પહોંચવું સરળ છે. દિલ્હીથી કસોલ જવા માટે તમને બસ મળી જશે, જેનું ભાડું 500 થી એક હજાર રૂપિયા હશે. દિલ્હીથી બસ દ્વારા કસોલ પહોંચવામાં લગભગ 12 કલાક લાગશે. જો તમે ફ્લાઇટ દ્વારા કસોલ જવા માંગો છો તો તમારે કુલ્લુ એરપોર્ટ માટે ફ્લાઇટ લેવી પડશે અને પછી કસોલ આવવું પડશે.  

જાણી લો કે કસોલમાં હોટલમાં રોકાવવા માટે ભાડું 500 થી 1000 રૂપિયા પ્રતિ દિવસનું છે. કસોલની આસપાસ તમે મલાણા અને ખીરગંગામાં ફરી શકો છો. દિલ્હીથી કસોલ જવા માટે ત્યાં રોકાવવાનો ખર્ચ 4-5 હજાર રૂપિયા આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કસોલને મિની ઇઝરાઇલ નામેથી પણ ઓળખવામાં આવે છે. કસોલમાં મોટી સંખ્યામાં ઇઝરાયલી નાગરિક આવે છે. કસોલમાં ઇઝરાયલી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળે છે. જો તમે એડવેંચર પસંદ કરો છો તો તમને કસોલ ખૂબ ગમશે. 

તમને જણાવી દઇએ કે કસોલમાં પાર્વતી નદી હવે છે. કસોલમાં નદી કિનારે અને ગાઢ જંગલોમાં તમે ખૂબ મજા માણી શકો છો. કસોલમાં તમે ટ્રેકિંગની મજા માણી શકો છો. અહીંની ભૌગોલિક સૌદર્ય તમારું મન મોહી લેશે. ટ્રાવેલ માટે કસોલ ખૂબ સારું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link