ગુજરાતના પાડોશમાં આવેલી છે માલદીવ જેવી જગ્યા, વિદેશીઓ પણ આવે છે ફરવા, તમે પણ બનાવો પ્લાન
રાજસ્થાનના કિશનગઢમાં મિની માલદીવ વસેલું છે. આ જગ્યા જયપુરથી માત્ર 115 કિલોમીટરના અંતરે છે. અહીં તમે તમારી કારથી સરળતાથી પહોંચી શકો છો.
બોલીવુડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું એક ગીત અહીં શૂટ કરવામાં આવ્યું હતું. સાથે કિસ કિસ કો પ્યાર કરૂં અને બાગી 3ના ગીત પણ અહીં શૂટ કરવામાં આવ્યા હતા.
મિની માલદીવ કિશનગઢના ડમ્પિંગ એરિયામાં છે, જ્યાં તમને માર્બલના પહાડ જોવા મળશે. અહીંનું બ્લુ પાણી લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે.
અહીં તમે તમારા પાર્ટનર સાથે સમય પસાર કરી શકો છો. સાતે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે પણ બેસ્ટ જગ્યા છે.
અહીં જવા માટે તમારી પાસે કોઈ ફી લેવામાં આવશે નહીં. પરંતુ પ્રવેશ માટે તમારે મંજૂરી લેવી પડશે. આ જગ્યા સવારે 10 કલાકથી સાંજે છ કલાક સુધી ખુલી રહે છે.