Trip Plans: દિવાળી વેકેશનમાં અહીં જાઓ ફરવા, આવી જશે મજા
નવેમ્બર મહિનામાં ફરવ માટે જેસલમેર સારો ઓપ્શન છે. કારણ કે આ સમયે રણની રેતી થોડી ઠંડી થઈ જાય છે. જેસલમેરમાં પરિવાર સાથે ફરવાની મા અલગ છે. મહેલો, હવેલીઓ ઈતિહાસની સાક્ષી પુરે છે. સાથે જ સાંજે તમે ઝીલના કિનારે શાંતિનો અનુભવ કરી શકો છે. રણ સફારીનો લાભ પણ તમને મળી શકે છે.
દેશનું સૌથી માનીતું ડેસ્ટિનેશ ગોવા દિવાળી પર એક્સપ્લોર કરવા જેવું છે.જો તમે પાર્ટી અને ચિલ કરવા માંગો છો તો ગોવા જઈ શકો છો. પાર્ટીનીસાથે પાલોલેમમાં હોડીની સહેલગાહ કરી શકો છો. મિત્રો સાથે જશે કે પરિવાર સાથે, ગોવામાં મજા જ આવશે.
કર્ણાટકને ભારનું સ્કોટલેન્ડ કે દક્ષિણનું કાશ્મીર કહેવામાં આવે છે. જેના પરથી તમે સમજી ગયા હશો કે આ જગ્યા કેટલી ખૂબસુરત હશે. કુર્ગ કર્ણાટકમાં આવેલું એક નાનકડું હિલ સ્ટેશન છે. આ જગ્યાની હરિયાળી, પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ તમને ખૂબ જ ગમશે. જો તમને ટ્રેકિંગ પસંદ છે તો આ જગ્યા તમારા માટે શ્રેષ્ઠ છે.
ગુજરાતના પાડોશી રાજ્યમાં આવેલું આબૂ ફરવા માટે ફેવરિટ ડેસ્ટિનેશન છે. નવેમ્બરમાં આબૂનું હવામાન ખૂબ જ સરસ અને ખુશનુમા હોય છે. યૂરોપના પર્યટન સ્થળોને ટક્કર આવી એવી જગ્યા આબૂની ગુલાબી ઠંડીમાં અલગ જ મજા છે. શાંત અને સૌમ્ય વાતાવરણમાં ફરવાની મજા જ અલગ છે.