Photos: મોડાસાના સાકરિયા ગામ પાસે ભયાનક ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત, 25 ઘાયલ, ત્રણેય વાહનોના ફૂરચા ઉડી ગયા

Sat, 01 Jun 2024-2:26 pm,

અરવલ્લીના મોડાસાના સાકરીયા ગામે ટ્રિપલ અકસ્માત સર્જાયો. આ ગંભીર અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. બે બસ અને બાઈક વચ્ચે આ અકસ્માત થયો. બે બસો અને બાઈકના તો ફૂરચા ઉડી ગયા. અકસ્માતના પગલે સ્થાનિક રહીશોના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.   

મળતી માહિતી મુજબ જે બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો તેમાંથી એક ખાનગી અને એક સરકારી બસ હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. 

એક બાઈક ચાલકને બચાવવામાં એસટી બસ રોંગ સાઈડમાં જતી રહી અને ડભોડ-મોડાસાની આ એસટી બસ સામેથી આવતી ખાનગી બસ સાથે અથડાઈ હતી.  ઘાયલોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે મોડાસા ગોધરાનો હાઇવે સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો વાહનોની લાંબી કતાર પણ જોવા મળી. 

બસમાં સવાર મુસાફરોમાંથી એક એવા જગદીશ રાણાએ આ ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે તેઓ જગન્નાથપુરી યાત્રા માટે ગયા હતા. તેમણે કહ્યું કે અમે કુલ 35 લોકો હતા. અમે શ્રીનાથજીથી પરત ઘરે સાવલી જતા હતા ત્યારે સામેથી એક બસવાળો આવીને ઘૂસી ગયો. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. લક્ઝરીમાં કુલ 30થી 32 મુસાફરો હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link