Tirupati Temple: દીપિકાની પાછળ ઉભેલા આ વ્યક્તિ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, PHOTOS જોઈને દંગ રહેશો

Tue, 18 May 2021-9:05 am,

આમ તો દરેક ધાર્મિક સ્થળમાં ભગવાનના નામ પર ભીખ માંગનારાઓની ભીડ જામેલી હોય છે. પરંતુ ક્યારેક એવા પણ અહેવાલ આવે છે કે જેને જાણીને લોકો દંગ રહી જાય છે. તિરુપતિ બાલાજી મંદિરથી જ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જ્યાં ફક્ત VIP શ્રદ્ધાળુઓને ટીકો કરીને તેમની પાસેથી પૈસા માંગનારા યાચકના મોત બાદ લાખો રૂપિયા મળી આવ્યા છે. તસવીરમાં દેખાતા આ જ રૂમ પર કબ્જો કરવાની કોશિશ થઈ હોવાની ખબર સામે આવ્યા બાદ પ્રશાસને અફરાતફરીમાં કાર્યવાહી કરી. 

64 વર્ષના શ્રીનિવાસન તિરુમાલા આવનારા વીઆઈપી તીર્થયાત્રીઓ પાસે ભીખ માંગતા હતા. તેઓ વીઆઈપી ભક્તોનો પીછો ત્યાં સુધી નહતા છોડતા જ્યાં સુધી તેઓ તેમને ટીકો લગાવીને તેમની પાસેથી ભેટ ન મેળવી  લે. તેમના ઘરની આ બે પેટીઓમાંથી લાખો રૂપિયા મળી આવ્યા છે. 

છેલ્લા એક વર્ષથી જોવા મળી રહ્યું હતું કે અનધિકૃત લોકો શેષાચલ નગર સ્થિત તેમના ઘર પર કબ્જો જમાવવાની કોશિશ કરી રહ્યા હતા. તેમને અંદાજો હતો કે તેમની પાસે લાખો રૂપિયા હોઈ શકે છે. આથી પાડોશીઓએ TTD ના અધિકારીઓ અને પોલીસને જાણ કરી. આ એ જ રકમ છે જે ઘરમાં રહેલી બે પેટીઓમાંથી મળી આવી. 

ટીટીડી અધિકારીઓને જાણવા મળ્યું કે શ્રીનિવાસનનો કોઈ પરિવાર નથી. ત્યારે તેમની સંપત્તિના દાવાની આશંકા વચ્ચે વિજિલન્સ અને રાજસ્વ વિભાગની ટીમે તપાસ કરી તો 6 લાખ 15 હજાર 50 રૂપિયા મળી આવ્યા. 

થોડા સમય પહેલા બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ જ્યારે ત્યાં ગઈ તો શ્રીનિવાસને તેની પાછળ પણ પડી ગયા અને દક્ષિણા લઈને જ અભિનેત્રીનો કેડો મૂક્યો હતો. 

કહેવત છે કે માણસ ખાલી હાથ આવે છે અને ખાલી હાથ જાય છે. આ વાત આ ભીક્ષુક ઉપર પણ લાગુ થઈ. હવે તેની સંપત્તિ સરકારી ખજાનામાં પહોંચી ગઈ છે. 

પોતાની યુવાવસ્થામાં બાલાજી ધામ પહોંચેલા શ્રીનિવાસનને તિરુપતિના સ્વામી પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તેમનો સ્વભાવ પણ ખુબ સારો હતો. વિનમ્ર હોવાના કારણે લોકો તેમને પસંદ કરતા હતા. હંમેશા શ્રદ્ધાળુઓ તેમની પાસે માથે ટીકો કરાવ્યા બાદ જ બહાર નીકળતા હતા. આ તસવીર તેમની જવાની અને વૃદ્ધાવસ્થાની છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link