Tulsi Plant: તુલસીના આ છોડની સાથે લગાવો આમાંથી કોઈ એક છોડ, જીવનની દરેક સમસ્યા થશે દુર
સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીનો છોડ પવિત્ર અને પૂજનીય છે. દરેક હિન્દુ ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસી ઘરમાં રાખવાથી ઘણા બધા લાભ થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે કાળા ધતુરાનો છોડ રાખવો પણ શુભ ગણાય છે. શિવજીને આ છોડ ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે ધતુરામાં શિવજીનો વાસ હોય છે જો ઘરમા તેને રાખવામાં આવે તો વૈવાહિક સંબંધોમાં મજબૂતી આવે છે અને કારકિર્દીમાં સફળતા મળે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આંકડો પણ ભગવાન શિવને પ્રિય છે. આકડો પણ ઘરમાં રાખવો શુભ ગણાય છે. તુલસીના છોડની સાથે આંકડો રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જે ઘરના આંગણામાં આકડો હોય ત્યાં રહેતા લોકોને દરેક કાર્યમાં સારા પરિણામ મળે છે.
જીવનમાં પિતૃદોષ હોય તો કાળા ધતુરાનો આ ઉપાય પણ કરી શકાય છે. રોજ સવારે સ્નાન કરીને કાળા ધતુરામાં પાણીમાં દૂધ ઉમેરીને અર્પણ કરવું. જે તમને ફાયદો કરાવે છે. કાળા ધતુરાના છોડની નિયમિત પૂજા કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
ઘરમાં તુલસીનો છોડ અને કાળો ધતુરો અને આકડો એક સાથે રાખવાથી માતા લક્ષ્મી અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી અને આકડા તેમજ ધતુરામાં પાણી રેડવાથી જીવનની આર્થિક સમસ્યાઓનું સમાધાન થાય છે. આ બંને તમને ફાયદો કરાવે છે.