Tunisha Sharma: અસલ જીંદગીમાં પણ ખૂબ ગ્લેમરસ હતી તુનિશા શર્મા, Photos જોઇ આવી જશે અંદાજો
તુનિશા શર્માના સુસાઇડ બાદ લોકો અલગ-અલગ પ્રકારના અનુમાન લગાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે તુનિશા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હતી. આ ફોટામાં તુનિશાએ બ્લેક પોલ્કા ડોટ્સવાળો વ્હાઇટ ટોપ અને બ્લેક કલરની મિની સ્કર્ટ પહેરી છે. એક્ટ્રેસ આ ફોટામાં સુંદર લાગી રહી છે.
આ ફોટામાં પણ અભિનેત્રી ખૂબ ગ્લેમર્સ લાગી રહી છે. ખુલ્લા વાળ અને શોટ્સની સાથે ક્રોપ ટોપ તુનિશા શર્મા પર ખૂબ સૂટ કરી રહ્યો છે. આ પોપુલર અભિનેત્રીના ફેન્સને હજુ સુધી એ વાત પર વિશ્વાસ થતો નથી કે તેમની ફેવરિટ અભિનેત્રી આ દુનિયાને છોડીને જતી રહી છે.
આ ફોટામાં તુનિશા શર્મા ખૂબ ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. ઘણા લોકો તેમના સોશિયલ મીડિયા પોસ્ટ્સની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. અભિનેત્રી પોતાની ફોટોઝથી લોકોના દિલ જીતતી રહી હતી.
ઘણા લોકો તુનિશા શર્માના હુસ્ન પર મરી મટવા તૈયાર થઇ જતા હતા. એવામાં અભિનેત્રીની અદાકારીએ તેમની ફેન ફોલોઇંગને ખૂબ વધારી દીધી હતી. આ ફોટામાં અભિનેત્રીએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો છે. નાની હેર સ્ટાઇલમાં અભિનેત્રી પોઝ આપતી જોવા મળી રહી છે.
નારંગી કલરની કેજ્યુઅલ ટી શર્ટ અને બ્લેક શોર્ટ્સમાં પણ તુનિશા શર્મા ખૂબ વધુ સુંદર લાગી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે ગ્લેમર વર્લ્ડ બહારથી જેટલું વધુ સુંદર લાગે છે, અંદરથી એટલું જ ખોખલું છે.
તમને જણાવી દઇએ કે તુનિશા શર્માએ પોતાની અંતિમ પોસ્ટમાં ફોટો શેર કર્યો. અભિનેત્રીએ તેની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે જે પોતાના જુનૂન્નથી પ્રેરિત હોય છે, અટકતા નથી. આ પોસ્ટના થોડા કલાકો બાદ તેમની આત્મહત્યાના સમાચારે લોકોને હચમચાવી દીધા.