Tv Actors: Tunisha Sharma પહેલાં આ ટીવી અભિનેત્રીઓ નાની ઉંમરમાં મોતને ગળે લગાવ્યું, સમાચાર સાંભળી ચોંકી ગયા હતા ફેન્સ
24 ડિસેમ્બર અ2022 ના રોજ દાસ્તાન-એ-કાબૂલની અભિનેત્રી તુનિશા શર્માએ પોતાના સીરિયલના સેટ પર ફાંસી લગાવીને સુસાઇડ કરી લીધું. અભિનેત્રીના મોતથી ઇંડસ્ટ્રી હજુ સુધી શોકમાં છે. દરેકને પ્રશ્ન સતાવી રહ્યો છે કે ફક્ત 20 વર્ષની ઉંમરમાં અભિનેત્રીએ આટલું મોટું પગલું કેમ ભર્યું.
બાલિકા વધૂ ફેમ પ્રત્યુષા બેનર્જીના મોતે ઇંડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. અભિનેત્રી ફક્ત 24 વર્ષની હતી. જ્યારે તેમનું મોત સુસાઇડના કારણે થયું.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે પોતાના ઘરે ફાંસી લગાઅવીને સુસાઇડ કરી લીધું હતું. અભિનેત્રીના મોત બાદ એક સુસાઇડ નોટ પણ મળી હતી. જેના અનુસાર તેમના મોતનું કારણ પ્રેમમાં દગો હતું.
દિલ તો હેપ્પી હૈ જીની અભિનેત્રી સેજલ શર્માએ વર્ષ 2022 ની શરૂઆતમાં ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો હતો.
ટીવી એક્ટર કુશલ પંજાબીએ પારિવારિક ઝઘડાથી કંટાળીને મોતને વ્હાલું કર્યું હતું. એક્ટરના મોતથી ઇંડસ્ટ્રીમાં સન્નાટો છવાઇ ગયો હતો.