સવારે ખાલી પેટ પી લો આ મસાલાનું પાણી, જાદૂની માફક ઓછું થઇ જશે બલૂન જેવું પેટ
આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તેઓને તેની સારવાર મળતી નથી.
તો બીજી તરફ હળદર જે આર્યુવેદમાં અનેક ફાયદા માટે જાણિતી છે, મોટાપાનો ઇલાજ પણ તેમાં છુપાયેલો છે.
સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે.
એક ગ્લાસ પાણી ગરમ કરો, પછી તેમાં હળદરનો ગઠ્ઠો અથવા હળદરનો પાવડર નાખીને ઉકાળો, જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળીને પી લો.
જો તમને સ્વાદ ન ગમતો હોય તો તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.આ પાણીને એક અઠવાડિયા સુધી સવારે ખાલી પેટ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળશે.
હળદરમાં વિટામિન સી, વિટામિન ઇ, આયર્ન અને ઝિંક સહિતના ઘણા પોષક તત્વો હોય છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-સેપ્ટિક ગુણો પણ જોવા મળે છે.
હળદર સ્થૂળતા ઘટાડી શકે છે, રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.