Photos : ફાયર વિભાગમાંથી NOC ન મળતા શિક્ષકે બગીચામાં ભણાવવાનું શરૂ કર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુરમાં એક શિક્ષકે ફાયર વિભાગમાં ફાયર સેફ્ટી માટે એનઓસીની અરજી કરી હતી, પરંતુ તેમને એનઓસી મળ્યા ન હતા. ત્યાર બાદ તેમણે સોશિયલ મીડિયાનો નુસ્ખો પણ અપનાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમાં પણ તેઓ સફળ નીવડ્યા ન હતા. છેવટે કંટાળેલા શિક્ષકે કલેક્ટર કચેરીના બગીચાને જ ટ્યુશન ક્લાસ બનાવ્યો હતો.
આ મામલે ટ્યુશન ક્લાસના સંચાલકે કહ્યું કે, વિદ્યાર્થીઓની ફી લીધી છે. તેથી તેઓને અભ્યાસ પૂરો પાડવો એ અમારી ફરજ છે. જ્યાં સુધી તંત્ર ફાયર સેફ્ટીની એનઓસી નહિ, આપે ત્યાં સુધી સંચાલક કલેત્ટર કચેરીના બગીચામાં જ ટ્યુશન ભણાવવા મક્કમ છે.