TV ના આ કલાકારો પોતાની પહેલી સીરિયલમાં ચમક્યા બાદ કેમ થઈ ગયા ગાયબ? આમાંથી તમને કોણ ગમે છે?
અભિનેત્રી ટીના દત્તાએ સીરિયલ ઉત્તરનમાં ઈચ્છાનું પાત્ર ભજવી લોકોના દિલ જીતી લીધા. જો કે આ સીરિયલ બાદ તે જાણે ગાયબ થઈ ગઈ છે. તેમણે અનેક રિયાલિટી શોમાં ભાગ લીધો છે. જો કે અહીં તેમણે કોઈ ખાસ પ્રસિદ્ધિ મેળવી નથી.
સીરિયલ શરારત કોને યાદ નહીં હોય. આ શોમાં શ્રુતિ સેઠે જીયાનો રોલ નિભાવ્યો હતો. આ રોલના આધારે જ શ્રુતિને પોતાની ઓળખાણ મળી હતી. ફરીદા જલાલે શ્રુતિ સેઠની નાની તરીકે રોલ નિભાવ્યો હતો. સીરિયલ બંધ થતાની સાથે જ શ્રુતિનું કરિયણ પણ પૂર્ણ થઈ ગયું.
સીરિયલ બહુ હમારી રજનીકાંતમાં નજર આવેલી અભિનેત્રી રિદ્ધિમા પંડિત દર્શકોને ખુબ પસંદ પડી હતી. જો કે આ સીરિયલ બાદ તેમણે કોઈ ખાસ શો કર્યા નથી. રિદ્ધિમા પંડિત કેટલાક રિયાલિટી શોમાં જોવા મળી હતી. તેમણે ડિજિટલ ડેબ્યુ પણ કર્યું, પરંતુ ખાસ સફળતા ન મળી.
કહીં તો હોગામાં નજર આવેલા રાજીવ ખંડેલવાલે દર્શકો વચ્ચે સારી પ્રસિદ્ધિ મેળવી. જો કે આ સીરિયલમાં સફળ થયા બાદ રાજીવે ટીવીની દુનિયા છોડી બોલીવુડમાં પોતાનો પાસો અજમાવ્યો. જો કે અહીં તેમનું કરિયરે ખાસ ચાલ્યું નહીં. ત્યારબાદ તેઓ ટીવી પર રિયાલિટી શો શરૂ કર્યો. જો કે તેમાં પણ તેમને ખાસ સફળતા મળી નહીં. જો કે કોલ્ડ લસ્સી ઓર ચિકન મસાલા વેબ સીરિઝમાં દિવ્યાંકા ત્રિપાઠી દહિયા સાથે તેમનો રોલ લોકોને પસંદ પડ્યો હતો.
પ્રાચી દેસાઈ ટીવી સીરિયલની જાણીતી અભિનેત્રી છે. તેણે એકતા કપૂરની કસમ સે સીરિયલમાં રામ કપૂર સાથે કામ કર્યું હતું. આ સીરિયલ બાદ લોકોને તેનો અભિનય અને રોલ પસંદ પડવા લાગ્યો. જો કે આ સીરિયલ બાદ પ્રાચીએ બોલીવુડમાં એન્ટ્રી કરી અને એક હીટ ફિલ્મ આપ્યા બાદ તેનું કરિયર કોઈ ખાસ ચાલ્યું નહીં.
કિતની મોહબ્બત હૈ સીરિયલની શરૂઆત કરનાર કરન કુંદ્રાએ પહેલી સીરિયલ બાદ કોઈ ખાસ કામ કર્યું નથી. કરને પોતાના વ્યવહાર અને બ્રેકઅપને કારણે ચર્ચામાં રહ્યો. કરને રોડીઝ જેવા શોમાં કામ કર્યું. બોલીવુડમાં તેણે હાથ અઝમાવ્યો, પરંતુ ત્યાં પણ કોઈ ખાસ સફળતા મળી નહીં.
સીરિયલ કાવ્યાંજલિમાં નજર આવ્યા બાદ એજાઝ ખાનના ઘણા લોકો દિવાના થઈ ગયા હતા. આ સાથે તેમની અને અનિતા હસનંદનીની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો કે આ શો સમાપ્ત થયા પછી અને અનિતા સાથેનો સંબંધ સમાપ્ત થયા પછી, એજાઝ ખાને કંઈ ખાસ કર્યું નહીં. તે તેના અફેર અને વિવાદો માટે જાણીતો છે. 2020માં, એજાઝ ખાન બિગ બોસ 14માં જોવા મળ્યો હતો. જોકે, તેણે આ શો વચ્ચે જ છોડી દીધો હતો.
દેબિનાએ વર્ષ 2008માં આવેલી ધાર્મિક સીરિયલ રામાયણમાં સીતાનો રોલ નિભાવ્યો હતો. આ સીરિયલ બાદ તેમની પ્રસિદ્ધી વધવા લાગી. જો કે દેબિનાને પોતાની પ્રસિદ્ધી મેળવવા ખાસો સમય લાગ્યો હતો. હવે તેઓ સીરિયલોમાં વિલેનનો રોલ નિભાવે છે.
બરૂણ સોબતીનો સૌથી યાદગાર શો 'ઈસ પ્યાર કો ક્યાં નામ દૂ' હતો. તેમણે આ શોમાં જબરદસ્ત પર્ફોર્મેન્સ આપી પોતાની ઓળખ બનાવી. જે બાદ તેણે બોલીવુડમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો. જો કે તેના નસીબને કંઈ બીજું જ મંજૂર હતું. તેમનું ફિલ્મી કરિયર બહુ સારું ન રહ્યું. તેમણે 'ઈસ પ્યાર કો ક્યાં નામ દૂ' 3થી ટીવી પર પરત ફર્યો. બરૂણે અસુર નામની વેબ સિરીઝમાં પણ કામ કર્યું. આ વેબ સિરીઝમાં લોકોએ તેના અભિનયના વખાણ કર્યા હતા.
આમનાને સીરિઅલ કહીં તો હોગાથી અપાર સફળતા મળી. તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત હતી. જોકે ત્યારબાદ તેને કોઈ સારો શો મળી શક્યો નહીં. બોલીવુડમાં આમનાએ પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ તે પણ વધારે મદદ કરી શક્યું નહીં. જોકે તે એકતા કપૂરના શો કસૌતી જિંદગી કે 2માં લાંબા સમય પછી જોવા મળી હતી. અને તેના કામને લોકોએ પણ પસંદ કર્યું હતું. આમનાએ એક વિલેન ફિલ્મમાં પણ કામ કર્યું છે.