10 ઓગસ્ટથી બંધ થઇ શકે છે તમારું Twitter એકાઉંટ! ભૂલથી પણ કરશો નહી આ કામ
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર 10 ઓગસ્ટથી લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન અભદ્વ ટિપ્પણી કરનાર વ્યક્તિઓના એકાઉંટ બ્લોક કરી શકે છે. ટેકક્રંચના અનુસાર, કંપની સતત અભદ્વ ભાષાનો ઉપયોગ કરનાર વ્યક્તિઓના એકાઉન્ટની સમીક્ષા કરી તેને બંધ કરીને પોતાના પેરિસ્કોપ સમુદાયના દિશાનિર્દેશોને વધુ આક્રમક રીતે લાગૂ કરશે.
પેરિસ્કોપ બ્લોગપોસ્ટના અનુસાર, 'એક સુરક્ષિત સેવા બનાવવા અમારા સતત પ્રયત્નના ભાગ્ના રૂપમાં અમે લાઇવ પ્રસારણ દરમિયાન મોકલવામાં આવેલા ચેટ સાથે સંબંધિત દિશાનિર્દેશોના અધિક આક્રમક પ્રવર્તનને શરૂ કરી રહ્યા છીએ. ''પોસ્ટમાં એમપણ કહેવામાં આવ્યું છે કે પેરિસ્કોપ સમુદાયના દિશાનિર્દેશ પેરિસ્કોપ અને ટ્વિટરના બધા પ્રસારણ પર લાગૂ થશે. જ્યારે કોઇપણ અભદ્વ ટિપ્પણીનો રિપોર્ટ કરે છે, તો પેરિસ્કોપ કેટલાક અન્ય યજર્સને પસંદ કરશે જે ટિપ્પણીની સમીક્ષા કરીને જણાવશે કે ટિપ્પણી અભદ્વ છે કે નથી.
પેરિસ્કોપ બ્લોગપોસ્ટે કહ્યું કે 'અમે 10 ઓગસ્ટથી બ્લોક એકાઉન્ટ રિવ્યૂ કરીને જોઇશું કે શું તે સતત અમારા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જો તે પ્રકારની ચેટ જોવા મળે છે, જે અમારા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે છે તો કૃપયા કરીને રિપોર્ટ કરે.''
જો તમે પણ ટ્વિટર (Twitter) યૂજર છો તો તમારા માટે જરૂરી સૂચના છે. ટ્વિટરે પોતાના 33 કરોડ (330 મિલિયન) યૂજર્સને પાસવર્ડ બદલવા માટે કહ્યું છે. જોકે ટ્વિટરના ઇન્ટરનલ લોગમાં એક બગ મળી આવ્યો છે, જેને ઠીક કરી દેવામાં આવ્યો છે. ટ્વિટર (Twitter)એ ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી છે. ટ્વિટર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે બગના લીધે કોઇપણ યૂજર્સના ડેટા પર કોઇ પ્રભાવ પડશે નહી. ના તો કોઇપણ પ્રકારની સુરક્ષા પ્રભાવિત થઇ છે.
ટ્વિટરે (Twitter) ટ્વિટમાં લખ્યું છે અમને તાજેતરમાં એક બગ મળી આવ્યો છે, તેના લીધે ઇંટરનલ લોગમાં સુરક્ષિત પાસવાર્ડનો ખુલાસો થયો છે. બગને ઠીક કરી દેવામાં આવ્યો છે, સાથે જ કોઇપણ પ્રકારના ડેટામાં સેંધ લાગી નથી. કંપનીએ યૂજર્સને વિશ્વાસ અપાવ્યો છે કે તે એવા પ્રયત્નો કરી રહી છે કે ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા પેદા ન થાય.