Pics : 7 વર્ષની ઉંમરમાં જેમણે આકાશમાં ઉડવાના સપના જોયા હતા, તે પાંખોએ જ પાયલોટનો જીવ લીધો

Wed, 20 Feb 2019-3:36 pm,

ઘટના બાદથી સતત એરફોર્સના અધિકારી સાહિલના પરિવારજનો સાથે સંપર્કમાં છે. સાહિલ કેસાથી વિંગ કમાન્ડર વિજય શેલ્કે અને સ્કોવર્ડ્રન લીડર તેજેશ્વર પણ મંગળવારે બેંગલુરુમાં રિહર્સલ દરમિયાન વિમાનના ક્રેશ બાદ ઘાયલ થયા હતા.

સાહિલ ગાંધીનો જન્મ 18 નવેમ્બર, 1982ના રોજ હિસ્સારમાં થયો હતો. તેમણે હિસ્સાર સ્થિત ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ વિશ્વ વિદ્યાલયમાંથી ધોરણ-12નો અભ્યાસ કર્યો હતો. તેના બાદ 2004માં સાહિલે એનડીએની એક્ઝામ ક્લિયર કરી હતી. હાલ તેઓ ગાંધી કર્ણાટકના વિદર્ભમાં પોસ્ટેડ હતા. વર્ષ 2009માં સાહિલના લગ્ન હિમાની સાથે થયા હતા. હિમાની અમેરિકામાં એક કંપનીમાં કામ કરતી હતી. 

સાહિલના મોટા ભાઈ નીતિન સ્વિત્ઝલેન્ડમાં નોકરી કરે છે. સાહિલને પાંચ વર્ષનો દીકરો રિયાન છે. વિંગ કમાન્ડર સાહિલ ગાંધીના પિતા મદન ગાંધી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાથી મેનેજરના પદથી રિટાયર્ડ છે અને તેમની માતા પ્રોફેસર સુદેશ ગાંધી હિસ્સાના હરિયાણા કૃષિ યુનિવર્સિટીમાંથી થોડા સમય પહેલા જ રિટાયર્ડ થયા હતા. સાહિલના મોતના સમાચારથી જ સાહિલની પત્ની, દીકરો તથા ભાઈ વિદેશમાંથી અહી આવવા નીકળી ચૂક્યા હતા. તેમના પરિવારજનોએ જણાવ્યું કે, સાહિલે માત્ર 7 વર્ષની ઉંમરમાં જ એરફોર્સમાં સામેલ થવાનું સપનુ બનાવ્યું હતું. 

 

સૂર્યકિરણ ડિસ્પ્લે ટીમ વિમાન બેંગલુરુમાં એરો ઈન્ડિયા શો માટે અભ્યાસ કરી રહ્યા હતા. આ વચ્ચે અચાનક બંને વિમાન ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે એક વિમાનનો પંખ બીજા વિમાન સાથે ટકરાઈ ગયું હતું. ટક્કર થતા જ બંને વિમાન જમીન પર પડ્યા હતા. જમીન પર પડતા જ તેનામાં આગ લાગી હતી. ઘટનાનો શિકાર બનેલ બંને વિમાન હોક વાયુસેનાની સૂર્ય કિરણ ડિસ્પ્લે ટીમનો હિસ્સો હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link