ખતરો હજું ટળ્યો નથી! આ જિલ્લાના ખેડૂતો સામાન સગેવગે કરી નાખજો! આ યોગ બનવાથી થશે `રમણભમણ`

Mon, 04 Mar 2024-7:07 pm,

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે પવનની શક્યતા છે. ભારે પવનને કારણે ખેતરમાં ઉભો પાક વળી જવાની શક્યતા છે. આ કારણે આંબા ઉપર પણ અસર થવાની શક્યતા છે. આજે ગુજરાતમાં 15-20 km /h ની ઝડપે પવન ફૂંકાશે. તો આવતીકાલે આંચકાનો પવન 45 km/h ની ઝડપે પવન ફૂંકાશે. જેની સૌથી વધુ અસર કચ્છમાં વર્તાશે. ખાસ પવનથી જનધને સાવચેત થવાની જરૂર છે. 

તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ, જૂનાગઢ સુરેન્દ્રનગર, આહવા ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. 3 થી 6 માર્ચે રાત્રી દરમિયાન વધુ ઠંડીની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં રાત દરમિયાન તાપમાન 7 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. જ્યારે સવારે પણ 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 

ગઈકાલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો હતો. ત્યારે હજી આજે રવિવારે પણ માવઠાની આગાહી છે. આજે પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી છે. વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ આવશે. ઉનાળાના પ્રારંભમાં જ રાજ્યમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. વરસાદની સાથે 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ખેડૂતોને પાકની સાવચેતી માટે જરૂરી પગલા લેવાની સૂચના અપાઈ છે. ગઈકાલે શનિવારે ગુજરાતના 50 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં કચ્છના અંજારમાં 1.5 ઈંચ વરસાદ અને બનાસકાંઠાના ધાનેરામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

ગઈ કાલે રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો વધ્યો છે. ગઈકાલથી ગુજરાત કાતિલ ઠંડીની બાનમાં આવી ગયું છે. આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે. આજથી લઘુત્તમ તાપમાનમાં થશે 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી 24 કલાક સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.

રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગે અગાહી કરી છે કે, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શકયતા છે. જેમાં ડાંગ, તાપી , નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા છે.  તો આવતી કાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે.  તાપમાન વધતા લોકોને ગરમીનો અહેસાસ થશે.

આગાહીકારે કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.

અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. 

હજી પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદમાં આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મેહસાણામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને કચ્છમાં આગાહી છે.  

આવતીકાલથી તાપમાનમાં મોટો ફેરફાર થશે. લઘુત્તમ તાપમાનમાં આવતિકાલથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હાલ ગુજરાતામં ભારે પવનો ફૂંકાઈ રહ્યાં છે. રાજ્યમાં પવનનો ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. આ કારણે આગામી 48 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link