હેવાનિયત: પહેલાં મહિલા સાથે માણ્યું સેક્સ, પછી તેના ટુકડા કરીને કચરાપેટીમાં ફેંક્યા
લંડન: બ્રિટનના દેવોન એન્ડ કોર્નિવોલ કાઉન્ટી વિસ્તારમાં એક મહિલાની હત્યા અને તેના શરીરને ગાયબ કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આરોપીનું નામ આઝમ મંગૂરી છે અને તે ઇરાકમાં જન્મ્યો છે. તેને કોર્ટે દોષી ગણ્યો છે કે તેને લોરેન કોક્સ નામની મહિલાની સાથે ના ફક્ત સંબંધ બનાવ્યા, પરંતુ તેની હત્યા કરી દીધી. એટલું જ નહી, આઝમે પોતાનો ગુનો સંતાડવા માટે લોરેનના શરીરના ટુકડે ટુકડા કરી દીધા અને તેમને અલગ-અલગ સમયે કચરાપેટીમાં ફેંકી દીધા.
આ ઘટના 2019 ના સપ્ટેમ્બર મહિનાની છે. જેમાં ઇરાકના ભાગા આઝમ મંગૂરી દેવો એન્ડ કોર્નિવોલ કાઉન્ટીના એક કબાબ શોપમાં કામ કરતો હતો. તે હજુ થોડા મહિના પહેલાં જ બ્રિટન પહોંચ્યો હતો. અહીં તેને કબાબ શોપ રહેવાની જગ્યા મળી હતી. આઝમ મંગૂરીએ પહેલાં તો લોરેનની હત્યા કરી, અને પછી તેનો ફોન અને સોશિયલ મીડિયા પ્રોફાઇલનો ઉપયોગ કર્યો, જેથી લોરેનના પરિચિતોને લાગે તે ક્યાંક જતી રહી છે.
દેવોન લાઇવના સમાચાર અનુસાર કોર્ટે પહેલાં તો આઝમ મંગૂરીને હત્યા માટે દોષી ગણ્યો ન હતો. પરંતુ ફરિયાદી પક્ષએ જોરદાર દલીલો રજૂ કરી અને પોલીસે પણ આઝમ મંગૂરી વિરૂદ્ધ સીસીટીવી ફૂટેજ સહિત તમામ સાઇંટિફિક પ્રૂફ રજૂ કર્યા. એક વીડિયોમાં આઝમ મંગૂરી લોરેન સાથે ક્યાંક જતો જોવા મળ્યો રહ્યો છે. આ અંતિમવાર લોરેન જીવતી જોવા મળી હતી.
આઝમ મંગૂરી સાથે પોલીસે પૂછપરછ કરી. જેમાં તેણે જણાવ્યું કે લોરેન કોક્સએ જ તેને પોતાની સાથે જવા માટે કહ્યું હતું. અને બંનેએ પહેલાં તો એક સુમસામ ગલીમાં સંબંધ બનાવ્યા અને ત્યારબાદ બંને તેના ફ્લેટમાં ગયા. જ્યાં લોરેનએ ડ્રગ્સનો ઉપયોગ કર્યો અને તેને પણ કરાવ્યો. જોકે સાઇંટિફિક રિપોર્ટમાં ક્યાંય આ વાતનો ઉલ્લેખ ન હતો કે લોરેનના શરીરમાં ડ્રગ્સના કોઇ પુરાવા મળ્યા. જેને કોર્ટે નકારી કાઢી. ત્યારબાદ જ આઝમને દોષી ગણાવવામાં આવ્યો.
આઝમ મંગૂરી પર આરોપ લગાવ્યો કે તેણે લોરેનની હત્યા બાદ તેના ફોન અને સોશિયલ મીડિયા પ્રોફાઇલનો ઉપયોગ કર્યો. ત્યારબાદ ફરિયાદી પક્ષએ કહ્યું કે તેણે જાણી જોઇને આમ કર્યું હતું. ફરિયાદી પક્ષએ જણાવ્યું કે આઝમ મંગૂરીએ ઘણીવાર સામાન્ય વ્યવહાર કરતાં કચરાપેટીમાં ફેંકવામાં ઉપયોગ થનાર પ્લાસ્ટિક બેગને ખરીદી. એક વીડિયોમાં તે મોટી બેગ લઇ જતો જોવા મળ્યો છે, જેમાં લોરેનના શરીરના ટુકડા હતા. પછી પોલીસને તે ટુકડાને મળી આવ્યા અને આખરે કોર્ટે આઝમ મંગૂરીને હત્યાનો દોષી ગણવામાં આવ્યો છે. તેને આગામી અઠવાડિયે સજા સંભળાવશે.