સંતના શરણે: UKથી અક્ષરધામના મહેમાન બન્યા બોરિસ જોનસન, મંદિરની ભવ્યતા જોઈ થયા અભિભૂત, જુઓ તસવીરો

Thu, 21 Apr 2022-7:39 pm,

બ્રિટનના PM બોરિસ જોનસન આજથી ભારતના પ્રવાસે છે. તેમના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી થઈ હતી. તેઓ અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એરપોર્ટ પહોંચી તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રિજન્સી ગયા હતા. 

આ બાદ તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં, તેમણે રેંટિયો કાંત્યો હતો. બાદમાં તેમણે વિઝિટર્સ બુકમાં બોરિસ જ્હોનસને સંદેશો પણ લખ્યો હતો. જહોનસને લખ્યું કે એક અસાધારણ વ્યક્તિના આશ્રમમાં આવવું એ મારા માટે મોટું સૌભાગ્ય... દુનિયામાં પરિવર્તન લાવવા માટે તેમણે કેવી રીતે સત્ય અને અહિંસાના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો, તે અહીં જાણવા મળ્યું...

UKના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અદાણી શાંતિગ્રામમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. જ્યાં, અદાણી શાંતિગ્રામ પરંપરાગત રીતે જ્હોસનનું સ્વાગત થયું હતું. જ્યારે, ગૌતમ અદાણી સાથે બ્રિટિશ PMએ ઠંડાપીણાની મજા માણી. આ મુલાકાતમાં બંને વચ્ચે બ્રિટનમાં અદાણી ગ્રુપના સંભવિત રોકાણ અંગે ચર્ચા થયાની સંભાવના છે. આ મુલાકાત બાદ બોરિસ જ્હોનસન હાલોલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં, તેમણે JCBના પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું.

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. બોરિસ જ્હોન્સનું સંતોએ સાફો પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link