PHOTOS: અરબ ગેસ પાઇપલાઇન વિસ્ફોટથી આખા દેશની વિજળી ગુલ, દમિશ્ક સુધી સંભળાયો ધમાકો

Tue, 25 Aug 2020-5:04 pm,

અરબ ગેસ પાઇપલાઇનમાં થયેલા વિસ્ફોટથી સીરિયામાં વિજળી ગુલ થઇ ગઇ, જેના કારણે દશ્મિકમાં સોમવારે લોકો જલદી ઉઠી ગયા. જોકે, અધિકારીઓએ કહ્યું કે વિજળી ઘણા ઘણા પ્રાંતો અને મધ્ય દમિશ્કના કેટલાક ભાગમાં આંશિક રૂપથી પાછી આવી ગઇ છે. 

ઇખબરિયા ટીવી ચેનલે વિસ્ફોટની તસવીરોને પ્રસારિત કરી છે જેમાં વિસ્ફોટ બાદ આગની લપેટ ઉઠી રહી છે. અધિકારીઓના અનુસાર આ વિસ્ફોટ રાજધાની દમિશ્કના ઉત્તર પશ્વિમમાં સ્થિત સીરિયાઇ કસબા એડ ડુમાયર અને આદ્રા વચ્ચે થયો છે. 

સીરિયા પર અમેરિકા તરફથી જેમ્સ જેફરીએ કહ્યું કે વોશિંગ્ટન જોઇ રહ્યું હતું કે હુમલાને કોને અંજામ આપ્યો. તેમણે જણાવ્યું કે 'આ ચોક્કસપણે આઇએસઆઇએસની હરકત છે.'

સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સએ કહ્યું કે આદ્રા અને ડેમિર વચ્ચે વિસ્ફોટ એટલો વધુ હતો કે તેને દમિશ્કમાં સંભળાયો હતો. 

ઇજિપ્તથી જોર્ડન અને સીરિયામાં ફેલાયેલી પાઇપલાઇન પર હુમલો સીરિયાની રાજ્ય સુવિધાઓ પર નવીનત હુમલો છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં સરકારે મધ્ય પ્રાંત હોમ્સમાં ચાર અલગ-અલગ ઓઇલ અને ગેસ સુવિધાઓમાં રોકેટ ફાય કરવા માટે 'આતંકવાદીઓ' પર આરોપ લગાવ્યો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link