ગરમાગરમ ઊંઘિયુ-જલેબીથી થઈ ઉત્તરાયણની સવાર, ખરીદવા લોકોની લાઈન લાગી
ઉત્તરાયણના પર્વ પર ઊંધિયા માટે લાગી લાઈનો લાગેલી જોવા મળી. ગત વર્ષ કરતા ઊંધિયા અને લીલવાની કચોરીના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષની સરખાણીએ ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. છતાં વહેલી સવારથી લોકો ઊંધિયા અને જલેબી માટે લગાવી લાઈનો લગાવીને ઉભેલા જોવા મળ્યા. પતંગ રસિયા ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની સાથે ઊંધિયા જલેબીની જ્યાફત પણ માણે છે. અમદાવાદમાં ઊંધિયાના એક કિલોના ભાવ 340 રૂપિયા પહોંચી ગયો છે. તો જલેબીના એક કિલોના 600 રૂપિયા છે. લીલવાની કચોરીના 340 રૂપિયા કિલોના ભાવે આજે વેચાઈ રહી છે.
વડોદરામાં ઉત્તરાયણના પગલે ઠેર ઠેર ઊંધિયા જલેબીનું વેચાણ થઈ રહ્યું છે. દુકાનદારો વહેલી સવારથી જ ઊંધિયું જલેબી બનાવવાનું શરૂ કરી દીધું હતું. જેથી 8 વાગ્યાના ટકોરે દુકાન ખોલતા જ વેચાણ શરૂ કરી દીધું હતું. વડોદરામાં ઊંધિયાનો ભાવ 200 રૂપિયા અને જલેબીનો ભાવ 120 રૂપિયા કિલો છે. લોકો સવારમાં જ ઊંધિયા જલેબી ખરીદતા જોવા મળ્યા. આજે પતંગ રસિકો પતંગ ચગાવવાની સાથે ઊંધિયા જલેબીની મિજબાણી માણશે.
તો બીજી તરફ, આજના પાવન પર્વે લોકો ગાયને ઘાસ અને દાન કરીને પુણ્ય મેળવે છે. ઉત્તરાયણ પર્વ પર દાનપૂનનું ખાસ મહત્વ છે. ઉત્તરાયણ પર અમદાવાદીઓએ સવારે જ દાનપૂણ્ય કર્યું. પ્રહલાદ નગર પાસે મોટી સંખ્યામાં લોકોએ દાન કર્યું. સવારે લોકો ગાયને ઘાસ, પક્ષીઓને ચણ આપતા જોવા મળ્યાં. કહેવાય છે કે, આજે ઉત્તરાયણે કરેલા દાનનું 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.