ગુજરાતની અડધી વસ્તીને પણ ગુજરાતની આ અદભૂત જગ્યા વિશે નથી ખબર, અહીં પથ્થરો પણ બોલે છે!

Fri, 20 Dec 2024-1:40 pm,

ગુજરાત તેની સમૃદ્ધ સંસ્કૃતિ, ઐતિહાસિક મહત્વ, હસ્તકલા અને ઘણા સુંદર પર્યટન સ્થળો માટે જાણીતું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર્સ, મેઝ ગાર્ડન, કચ્છનું રણ, દ્વારકાધીશ મંદિર, સોમનાથ મંદિર અને પાવાગઢ, અંબાજી મંદિર જેવા અનેક જોવાલાયક સ્થળો છે. જેને જોવા માટે દેશ-દુનિયામાંથી લોકો આવે છે. પરંતું મુસાફરોની ભીડથી દૂર ગુજરાતમાં એક એવું સ્થળ આવેલું છે, જે એકદમ શાંત છે. અહીં તમને ઈંટ-માટીનું ચણતર જોવા મળશે, જ્યાં તમે ગુજરાતના 5000 વર્ષ જૂના ઈતિહાસમાં ડૂબકી લગાવી શકો છો. આ સ્થળ તમને જણાવશે કે એક સમયે ગુજરાત કેટલુ સમૃદ્ધ હતું. આ સ્થળની એક અનોખી જાહોજલાલી હતી.   

આજે અમે તમને ગુજરાતના એવા ઓફબીટ સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ઓછામાં ઓછી ભીડ જોવા મળે છે. જો તમે દેશ-વિદેશમાં ફરવાના શોખીન છો અને ઑફબીટ જગ્યાઓએ ફરવાનું પસંદ કરો છો, તો તમને ચોક્કસથી ગુજરાતની આ જગ્યા ગમશે. આ સ્થળનું નામ છે લોથલ હેરિટેજ સાઈટ. 

લોથલ એ પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના શહેરોમાંનું એક ખૂબ જ મહત્વપૂર્ણ બંદર શહેર છે. તમને જણાવી દઈએ કે, આ પ્રાચીન સિંધુ ઘાટી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તમને ઈતિહાસમાં રસ હોય કે ન હોય, જ્યારે તમે અહીં આવો અને ખંડેર જોશો તો તમને ચોક્કસ ઈતિહાસમાં રસ પડવા લાગશે. તમને જણાવી દઈએ કે, અહીં પ્રવાસીઓ માટે એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં તમે લોથલનો ઈતિહાસ સમજી શકશો. એવું માનવામાં આવે છે કે લોથલ પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ વેપાર કેન્દ્ર હતું, જ્યાંથી મોતી, રત્ન અને ઝવેરાતનો વેપાર પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં થતો હતો.  

ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) બનવાનું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના 4,500 વર્ષ જૂના દરિયાઈ વારસાનું સન્માન કરવાનો અને તેને લોકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે, લોથલમાં ૪,૫૦૦ કરોડના ખર્ચે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્સ બનશે. આખો પ્રોજેક્ટ ભારતનો 5000 વર્ષ જૂનો ઇતિહાસ બતાવશે. દુનિયાને મેરીટાઈમનો ઈતિહાસ જાણવામાં મદદ કરશે, 5000 વર્ષ પહેલાં ભારતમાં સમુદ્રી વેપાર કેવો થતો હતો તે બતાવશે. 5000 વર્ષ જૂનું લોથલ ઉભુ કરાશે, લોકો જ્યારે આવશે ત્યારે તેમને ૩ દિવસમાં આ સમગ્ર પરિસર જોવામાં જશે અને અહીંયા આવવાવાળા તમામ લોકોએ 5000 વર્ષ જૂના કપડાં જ પહેરવાના રહેશે. તે સમયે ઉપયોગમાં આવનાર સિક્કા અને રૂપિયાનો જ ઉપયોગ કરવાનો રહેશે.

તેમણે કહ્યું કે, સમુદ્ર સાથે જોડાયેલા ભારતના 12 રાજ્યોનો અલગ અલગ ઇતિહાસ છે. એ તમામ ઇતિહાસને અહીં દર્શાવવામાં આવશે. તમામ કૉસ્ટલ રાજ્યો તરફથી ગેલેરી બનાવાશે. નેવી અને એરફોર્સની ગેલેરી બનશે. દુનિયાનું સૌથી ઊંચું 77 મીટર લાંબુ લાઇટ હાઉસ બનશે. જે અહીંથી ૮૦ કિમી દૂર અમદાવાદ સુધી પ્રકાશ પાડશે. Statue of unity પછી ગુજરાતમાં બીજી સૌથી મોટી ટુરિસ્ટ સ્પોટ બની રહેશે. આ વ્યવસ્થા ટુરિઝમ અને રિસર્ચ હેતુથી દુનિયા અને દેશ માટે મહત્વપૂર્ણ રહેશે. ફેસ-1 ને જાન્યુઆરી અંત સુધીમાં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. જ્યારે કે, સંપૂર્ણ પ્રોજેક્ટને અલગ અલગ ફેઝમાં બનાવવામાં આવશે. જેને બનાવવામાં 5 વર્ષનો સમય લાગશે. હડપ્પા સમયનું રેક્રિયેશન કરવામાં આવશે. હાલ સંપૂર્ણ પ્રોજેક્ટ 4500 કરોડ રૂપિયામાં બનશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link