સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, Photos

Thu, 31 Oct 2024-12:31 pm,

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે 8 માળ અને 1100 રૂમ ધરાવતું આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જ્યાં 2500 વાહનોની વિશાળ પાર્કિંગ વ્યવસ્થા છે. આ ભવનનું બાંધકામ 9,00,000 સ્ક્વેર ફૂટમાં કરાયું છે.   

આ આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનમાં 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભવન 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ છે. આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે. યાત્રી ભવન બનાવવા ૫૦ લાખ કીલો સ્ટીલનો ઉપયોગ થયો છે. ભવનમાં બે લાખ 25 હજાર લીટર પાણીની સંગ્રહ ક્ષમતાની ટાંકી છે. ગરમ પાણી માટે 9 હજાર લીટરનો હીટ પંપ રાખવામાં આવ્યો છે. 42 આર ઓ વોટર પોઇન્ટની સુવિધા અપાઈ છે.   

યાત્રિક ભવનના દરેક રૂમમાં સૂર્ય પ્રકાશ મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. દરેક રૂમને બાલ્કની આપવામાં આવી છે. 10 લીફ્ટ, 6 સીડી અને ફાયર સેફ્ટીથી સજ્જ યાત્રિક ભવન છે. 2500થી વધારે કારનું વિશાળ પાર્કીંગ વ્યવસ્થા છે.   

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં બનેલા આ યાત્રિક ભવનમાં 400 AC રૂમ દીઠ ભાડુ 1500 રૂપિયા અને 300 નોન AC રૂમ દીઠ 800 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link