આજે પ્રેમનું પ્રતિક `વેલેન્ટાઇન ડે` ની અનોખી રીતે ઉજવણી, આખું ગુજરાત જોતું રહી ગયું, જુઓ PHOTO

Mon, 14 Feb 2022-1:07 pm,

મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓના સહકારથી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા જોય રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી સરકારી શાળાના વિધ્યાર્થીઓને ચાર ચાર બંગડીવાળી કાર ઉપરાંત બીએમડબ્લ્યુ, ફોર્ચુન, મર્સિડીઝ સહિતની કારમાં બેસાડી જોય રાઈડ કરાવવામાં આવી હતી.   

'વેલેન્ટાઇન ડે'ની ઉજવણી આજે ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.   

શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 100 થી વધુ વિદ્યાર્થીઓને લકઝરીયસ કારમાં સફર કરાવવામાં આવી હતી અને આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓના ચહેરા પર સ્માઈલ લાવીને “વેલેન્ટાઇન ડે”ની નહી પરંતુ વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અત્રે ઉલેખનીય છે કે, “ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દવું” આ ગીત સંભાળતાની સાથે જ આજ કાલના નાના નાના બાળકોના પગ જુમવા લાગે છે તો વિચાર કરો કે, જો ચાર ચાર બંગડીવાળી કારમાં બેસવાનો મોકો મળે તે...મોરબી સિરામિક ઉદ્યોગપતિઓના સહકારથી મોરબીમાં જોય રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. 

શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને જોડવામાં આવ્યા હતા અને ચાર ચાર બંગડીવાળી કાર ઉપરાંત બીએમડબ્લ્યુ, ફોર્ચુન,મર્સિડીઝ સહિતની કારમાં બેસાડીને શહેરના શનાળા રોડથી શરૂ કરીને દરેક વિસ્તારમાં સફર કરાવવામાં આવી હતી.

જેમાં બાળકોએ ફૂલ ઇનજોય કરી હતી. વાત્સલ્ય દિવસની ઉજણવી કરવાનો વિચાર યંગ ઇન્ડિયા ગ્રુપને આવ્યો હતો અને તેમાં તમામ સભ્યો જોડાય હતા. 

આ તકે મોરબી જિલ્લાના શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેન રબારી, શશાંક દંગી, નિલેષભાઈ જેતપરિયા, કેતનભાઈ વિલપરા, દિનેશભાઇ વડસોલા, મનન બુધ્ધદેવ સહિતના હાજર રહ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link