ગામલોકોએ ભેગા મળીને ભર્યુ દીકરીનું મામેરું, શ્રીકૃષ્ણ બનીને મામાની ફરજ અદા કરી

Tue, 12 Mar 2024-10:21 am,

ગામલોકોએ એક બેઠક બોલાવી દીકરીનું મામેરું ગામના લોકો ભરશે તેવું નક્કી કર્યું. આખું ગામ દીકરીના મામા બની મોટી સંખ્યામાં ગામ કલાણા ગામ ખાતે જોડાયા હતા. ડીજે અને ઢોલના તાલે મામેરું ભરવા આખું ગામ ઉમટી પડ્યું અને સાત લાખથી પણ વધુનું મામેરું ગ્રામજનોએ ભરી મામાની ફરજ અદા કરી હતી.

સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે રહેતા ગીતાબેન ઠાકોરની દીકરી શિલ્પાના લગ્ન કલાણા ગામે લેવાયા હતા. પરંતું ગીતાબેનના પિયરમાં કોઈ ભાઈ કે પરિવારજનો હયાત ન હોઈ અને દીકરી શિલ્પાના લગ્નનું મામેરું કોણ ભરશે તેની તેમને ચિંતા હતી. ત્યારે કન્યા શિલ્પાના મોસાળમાં કોઈ હયાત ન હોઈ તેનું મામેરું કોણ ભરશે તે સવાલને લઇ પરિવારજનો ચિંતિત બન્યો હતો. 

પરંતું ગીતાબેનને ઉંદરા ગામે આવેલ ક્ષેત્રપાળ દાદા પર અપાર શ્રદ્ધા હતી. તેથી તેઓ દીકરીના લગ્ન લેવાયા હોઈ તેની કંકોત્રી મૂકવા આવ્યા હતા. તે સમયે તેમના સમાજના લોકોને તેઓએ આ વ્યથા જણાવી હતી કે, મામેરું કોણ ભરશે. જેને લઇ ઉંદરા ગામના તમામ લોકો મદદે આવ્યા હતા.

ઉંદરા ગામમાં શિલ્પાના લગ્નને લઈ એક બેઠક બોલાવાઈ અને તેમાં આ વાત મુકવામાં આવી જેમાં આખા ગામના દરેક સમાજના લોકોએ એક સાથે ભેગા થઈને દીકરીનું મામેરું ભરશે. આ માટે આખા ગામમાંથી ફાળો એકત્ર કરવામાં આવ્યો અને આખું ગામ ડીજે અને ઢોલના તાલે નાચતા કુદતા ઉંદરા ગામ ખાતે પહોંચ્યો હતો. 

 બધાના આશ્ચર્ય વચ્ચે દીકરીનું રૂપિયા સાત લાખથી પણ વધુનું મામેરું ગ્રામજનોએ ભરી એક મામાની ઉણપ પૂર્ણ કરી હતી. આમ, સૌ કોઈ માં અનેરો ઉત્સાહ અને હરખ જોવા મળ્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link