2655 કિલો સાબુમાં કંડારાયા ગણેશજી, વિસર્જનના દિવસે આ સાબુ ગરીબ બાળકોને અપાશે

Wed, 20 Sep 2023-11:48 am,

આમ તો ગણેશ પર્વ પર અવનવી પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે પરંતુ સુરત શહેરમાં દેશમાં પ્રથમવાર ગણેશજીની આવી પ્રતિમા બનાવવામાં આવી છે. જેને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ જશે. આ પ્રતિમા માટી કે અન્ય વસ્તુઓથી નહીં પરંતુ 2655 કિલો સાબુથી તૈયાર કરવામાં આવી છે. સુરતની ડેન્ટિસ્ટ અદિતિ મિત્તલ દ્વારા આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.  

સૌથી અગત્યની વાત છે કે તેઓએ ગણેશજીની પ્રતિમા સાથે ચંદ્રયાન ત્રણ અને વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ પણ દર્શાવી છે. અંદાજે 2655કિલો સાબુ જે 11 ફૂટ લાંબી અને 11 ફૂટ પહોળી છે, તેની ઉપર સાડા 6 ફૂટની ઊંચી પ્રતિમા બનાવી છે. એટલું જ નહીં ચંદ્રયાન મિશનની ટીમ પર તેઓએ ભારતીય તિરંગો, વિશ્વ, ચંદ્રયાન, ઈસરો રોકેટ વગેરે પણ બનાવ્યા છે.

શિવ શક્તિ પોઇન્ટ પણ દર્શાવ્યા છે. ગણપતિની પ્રતિમામાં કુલ 177 સાબુના શીટ વાપર્યા છે. એક સાબુની સીટ 15 કિલોની હોય છે જેથી કુલ 2655 કિલો સાબુ તે ગજાનંદની પ્રતિમા તૈયાર કરી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જે સ્વચ્છતા અભિયાન છે તેને ધ્યાનમાં રાખીને આ વખતે આ સાબુથી ગણપતિ તૈયાર કર્યા છે. દસ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરાશે. બાદમાં વિસર્જિત કરી આ સાબુ સ્લમ એરિયામાં લોકોને આપવામાં આવશે. આ પ્રતિમા ને બનાવવા માટે સાત દિવસ લાગ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link