સોરઠના એક ગામનો અનોખો રા ઉત્સવ : ધૂળેટીએ ગધેડા પર બેસીને નીકળે છે ફૂલેકું
દુનિયા ભલે હાઇટેક બની ગઈ હોય પરંતુ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં એવી એવી અજીબો ગજીબ પ્રથાઓ અને જૂની પરંપરાઓ આજે પણ નિભાવવામાં આવી રહી છે.
હોળી અને ધૂળેટીના તહેવારમાં વંથલી સોરઠના ધંધુસર ગામે હોળી સાથે એક અલગ જ પરંપરાગત માન્યતા જોડાયેલી છે.
ગામલોકોની માન્યતા મુજબ "રા" માં એક દૈવીય શક્તિ છે. જે લોકોના કષ્ટ દૂર કરવામાં અને તેમની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે.
લોકોની મનોકામના પૂરી થાય તે લોકો હોળીના બીજા દિવસે ચહેરા પર રંગ લગાવી અજીબો ગજીબ વેશ ધારણ કરી "રા" નું રૂપ ધારણ કરે છે અને પછી ગધેડા પર બેસી ઢોલના તાલે આખા ગામમાં ફરે છે.
ઘરે ઘરે ગામની મહિલાઓ વરરાજાની જેમ ગધેડા પર સવાર થયેલ "રા"ને પોંખે છે. આ પરંપરા ધંધુસર ગામ સાથે આઝાદી પહેલાથી જોડાયેલી છે. ત્યારથી જ આ ગામમાં અનોખો "રા" ઉત્સવ મનાવવામાં આવે છે.