લગ્નની 50મી એનિવર્સરીએ ફરી પરણ્યું આ ગુજ્જુ દંપતી, ગીરના જંગલમાં ધામધૂમથી કર્યા લગ્ન

Mon, 11 Dec 2023-10:49 am,

ગીર પંથકના મૂળ મરમઠ ગામના વતની અને ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેર ના લગ્નની 50મી એનિવર્સરીએ પોતાના પુત્ર અને પુત્રી સહિત પરિવાર જનોએ ફરી રંગે ચંગે પરણાવ્યા.   

લગ્નની જેમ જ દરેક વિધિઓ કરાય અને સૌ સ્નેહીજનોએ મંગળ ગીતો ગાઈ અને 76 વર્ષની વયના ઈસરોના વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેર પોતાના પત્ની 73 વર્ષના નિર્મળાબેન સાથે ફરી પરણ્યા.  

નાથાભાઈ વાઢેર 2007માં ઈસરોના વૈજ્ઞાનિક તરીકે સિનિયર અધિકારી તરીકે જોડાયા હતા. 37 વર્ષ સુધી ઈસરોમાં ફરજ બજાવ્યા બાદ પોતે નિવ્રૃત્ત થઈ અમદાવાદ રહે છે. તેમનો એકનો એક પુત્ર વિપુલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહે છે અને એક દીકરી નેહા અમદાવાદમાં રહે છે. 

બંને ભાઈ બહેને મળીને પોતાના માતા-પિતાના 50 મી એનિવર્સરી પ્રસંગે ફરી મા બાપને પરણાવવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ ગીર જંગલની ગોદમાં પૂરો થતાં સ્નેહીજનો ખુશખુશાલ હતા  

ગીરના મરમઠ ગામના વતની નાથાભાઈ અને તેમના સંતાનોએ 50મી એનિવર્સરી ભારે ઉત્સાહથી ઉજવવાનું નક્કી કર્યું. જેણે અમદાવાદ સહિત ગુજરાતની અનેક હોટલો રિસોર્સના લિસ્ટ આ પ્રસંગ માટે તપાસવામાં આવ્યા હતા. પરંતુ મૂળ ગ્રામ્ય જીવનનો આ પરિવાર અંતે ગીરમાં આવેલ હિરણવેલ ગામ નજીક કુદરતના ખોળા સમા દક્ષ રિસોર્ટ પસંદ કર્યો હતો.  

આ રિસોર્ટમાં પણ તેમણે અસલ ગામઠી પરંપરાને ઉજાગર કરી હતી. શણગારેલા બળદ ગામડાઓમાં વર કન્યાની જાન નીકળી. તો ઢોલ અને શરણાઈનો નાદ, રાસ ગરબા, સામૈયા અને અંતે 76 વર્ષનો દુલ્હા નાથાભાઈ અને 65 વર્ષના દુલ્હન નીર્મલાબેન બંને મંડપમાં આવી પહોંચ્યા હતા.

વર કન્યા મંડપ ખાતે પહોંચ્યા ત્યાર બાદ હસ્તમેળાપ થયા હતા, મંગલ ફેરા થયા. અને નાથાભાઈએ પોતાના પત્ની નિર્મળાબેનને મંગલસૂત્ર પહેરાવી. અને શેથીમાં સિંદૂર પૂર્યું હતું. 

તો જ્યારે નિર્મળાબેને પોતાના પતિને સોનાની માળા ભેટ તરીકે આપી હતી. સમગ્ર રાજ્યભરમાંથી 200 જેટલા સગા સંબંધીઓ લગ્નના આ ઉત્સવમાં જોડાયા હતા. ત્યારે નાથાભાઈ અને નીર્ળામળા બેને પોતાના વહાલસોયા સંતાનો એવા પુત્ર વિપુલ અને પુત્રી નેહાના આ પ્રેમ સભર આયોજનને ખૂબ જ ગદગદ સ્વરે અને આનંદના આંસુઓ સાથે બિરદાવ્યા હતા..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link