United Arab Emirates ની ખાસ વાતો, જે દરેક ભારતીયએ જાણવી જરૂરી છે
સંયુક્ત અરબ અમીરાત (UAE)માં સૌથી વધુ જનસંખ્યા ભારતીયોની છે. જો જનસંખ્યાના કુલ સરેરાશની વાત કરીએ તો સંયુક્ત અરબ અમીરાત (UAE)માં લગભગ 30 ટકા ભારતીય અને 12 ટકા અમીરાતના લોકો છે. આ ઉપરાંત અન્ય દેશોના લોકો સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રહે છે. સત્તાવાર આંકડા અનુસાર સંયુક્ત અરબ અમીરાત (UAE)ની કુલ લગભગ 90 લાખ છે. UAEમાં લગભગ બે તૃતિયાંશ લોકો બીજા દેશના છે. UAEમાં લગભગ 26 લાખ ભારતના નાગરિક રહે છે, જે UAEનુ કુલ વસ્તીનો મોટો ભાગ છે. (ફોટો સાભાર: રોયટર્સ)
વર્ષ 2017માં સંયુક્ત અરબ અમીરાત (UAE)અને ભારતે આગામી પાંચ વર્ષોમાં દ્વિપક્ષીય વેપારને 60 ટકા સુધી વધારવાનો કરાર કર્યો હતો. ભારત બીજા નંબર પર સૌથી નિર્યાત UAEમાં કરે છે. (ફોટો સાભાર: રોયટર્સ)
ભારતના કેરલ રાજ્યના સૌથી વધુ લોકો આ સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રહે છે. એક રિપોર્ટ અનુસાર વિદેશથી ભારતીય નાગરિકો દ્વારા ભારત મોકલવામાં આવલી કુલ વિદેશી મુદ્રામાં કેરલના લોકોનું લગભગ 40 ટકા યોગદાન છે (ફોટો સાભાર: રોયટર્સ)
ભારત અને સંયુક્ત અરબ અમીરાત (UAE)વચ્ચે દર અઠવાડિયે એક હજારથી વધુ વિમાનોની અવર જવર થાય છે. ભારત અને UAE વચ્ચે ટૂરિઝમ પણ સતત વધી રહ્યું છે. વીઝના નિયમોમાં UAEએ ભારતીયો માટે ઘણા પ્રકારની છૂટ આપવામાં આવી છે. વર્ષ 2015થી UAE ના નાગરિકો માટે ભારતે ઇ-વીઝાની સુવિધા આપી હતી. (ફોટો સાભાર: રોયટર્સ)
સંયુક્ત અરબ અમીરાત (UAE)ની રાજધાની અબૂધાબીની કોર્ટમાં હિંદી ભાષાનો ઉપયોગ થાય છે. અબૂધાબીમાં સત્તાવાર રીતે અરબી, અંગ્રેજી અને હિંદી ભાષાનો ઉપયોગ થાય છે. ભારતીય લોકોને UAEમાં ન્યાય મેળવવામાં કોઇ સમસ્યા ન થાય ,એટલા માટે કોર્ટમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. (ફોટો સાભાર: રોયટર્સ)