Honda, Tata અને Skoda ઓગસ્ટ મહિનામાં ભારતમાં લોન્ચ કરશે આ અપડેટ કાર, જુઓ Pics

Mon, 26 Jul 2021-7:07 pm,

કોરોનાની બીજી લહેર બાદ ધીરે ધીરે કહે ફરી જીવન પહેલાંની જેમ સામાન્ય થવા તરફ થઈ રહ્યું છે. એવામાં કાર કંપનીઓ પણ હવે પોતાના નવા મોડલ માર્કેટમાં લોંચ કરવા તૈયાર છે.

દેશની પ્રમુખ કાર નિર્માતા કંપની Tata Motorsએ જણાવ્યું છે કે તેઓ 4 ઓગસ્ટના નવી કારને ટફ અને સ્પોર્ટી અવતારમાં લોન્ચ કરશે. જે દેખાવમાં પહેલા કરતા પણ વધુ આકર્ષક હશે. કંપનીએ ઓફિશિયલી કારનું નામ અને માહિતી આપી નથી. પરંતુ મળતી માહિતી મુજબ આ કાર Tata Tiago NRG અપડેટેડ મોડલ હોય શકે છે. આ કારમાં 1.2 લીટર પેટ્રોલ એન્જીન અને 1.0 લીટર ડીઝલ એન્જીનવાળી હેચબેકનું ક્રોસઓવર વર્ઝન છે. નવી અપડેટ્સ સાથે આ કાર, મોડલના એક્સટીરિયરમાં મામુલી ફેરફાર અને ઈન્ટીરિયરમાં કેટલાક પરિવર્તનો સાથે લોન્ચ કરવામાં આવશે. આ સિવાય આ કારમાં BS-6 એન્જીન આપવામાં આવશે.  

ચેક ગણરાજ્યની પ્રમુખ કાર નિર્માતા કંપની Skodaએ ભારતમાં 28 જૂનના 5 સીટર SUV Skoda Kushaq લોન્ચ કરી હતી. સ્કોડાએ આ કારને 1.0 લીટરના એન્જીન સાથે લોન્ચ કરી હતી. જો કે કંપનીએ હાલમાં એલાન કર્યું છે કે તેઓ 11 ઓગસ્ટના 1.5 લીટરના એન્જીન સાથે Kushaq લોન્ચ કરશે. આ કારમાં પાવરફુલ TSI 4-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીન મળશે. જે 150PSનો પાવર અને 250NM ટોર્ક જનરેટ કરશે. આ એન્જીન સાથે  6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ DSG ગીયરબોક્સનું ઓપશન મળે છે. સ્કોડા કુશાકનું આ પાવરફુલ વેરિયંટ પોતાના સેગમેન્ટની લોકપ્રિય કાર Hyundai Creta અને Kia Seltosના 1.4 લીટર ટર્બો પેટ્રોલ કરતા વધુ તાકતવર છે. જે 138BHPનો પાવર અને 242NMનો ટોર્ક જનરેટ કરે છે. 

જાપાનની દિગ્ગજ કાર નિર્માતા કંપની Honda ઓગસ્ટની 17 તારીખે પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ સેડાન Amazeને મિડ-લાઈપ અપડેટ સાથે લોન્ચ કરશે. કારના બહારના ભાગમાં થોડા ફેરફાર થવાની સંભાવના છે, જેમાં નવી ડિઝાઈન સાથે LED હેડલેમ્પ્સ, નવા એલોય વ્હીલ્સ અને બંપરમાં ફેરફાર સામેલ છે. મોડલ લાઈનઅપને નવા કલર ઓપશન સાથે રજૂ કરવામાં આવી શકે છે. કારના ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો, કારમાં નવી સીટ અપહોલ્સ્ટ્રી અને ટ્રિમ્સ મળી શકે છે. 2021 Honda Amaze ફેસલિફ્ટમાં BS-6, 1.5 લીટર i-DTEC ડીઝલ એન્જીન મળી શકે છે. આ એન્જીન 99BHPનો પાવર અને 200NMનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે મેન્યુઅલ અને CVT ઓટોમેટિક એમ બંને ગીયરબોક્સ આપવામાં આવશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link